<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ઓએમજી.....આ પેકેજ ફૂડમાં પણ જુદા જુદા નામે વપરાય છે ખાંડ

નવી દિલ્હી: સ્વસ્થ અને નિરોગી રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો હિતાવહ હોવાનું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આજના ઝડપી અને દોડતાં યુગમાં સમયના અભાવે આપણે પેકેજ્ડ ફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે, પરંતુ તેમા વપરાતી સામગ્રી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે, તે આપણે જાણતાં જ નથી. તેમાં પણ આજે બજારમાં હાઈજેનિક- મિનરલ્સથી ભરપૂર હેલ્ધી ફૂડના નામે વેચાતી પ્રોડક્ટ્સની માગ વધી છે. પરંતુ તેમાંથી મોટાભાગની FMCG કંપનીઓ ફૂડ પ્રોડક્ટ્સમાં કોડ નામ આપી છુપી રીતે ગ્રાહકોને અનહેલ્ધી સામગ્રી જ પીરસી હોવાનું જોવા મળ્યું છે. તેવી જ રીતે શુગર (ખાંડ)નો ઉમેરો પણ જુદા-જુદા નામથી થઈ રહ્યો છે. જેથી ગ્રાહકને ખબર જ નથી હોતી કે તે કેટલા બધા પ્રમાણમાં શુગર આ પેકેજ્ડ ફૂડ મારફત જ આરોગી રહ્યો છે. ફૂડ પેકેટ્સમાં ઉપલબ્ધ ઈન્ગ્રિડિયન્ટ્સમાં શુગરને શુગર તરીકે નહીં પણ અન્ય નામથી દર્શાવેલ હોવાથી ગ્રાહકો ભરમાઈ જાય છે. નેચરલ શુગર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ એડેડ શુગર સ્વાસ્થ્ય પર માઠી અસરો કરે છે. એડેડ શુગરના અલગ-અલગ 60થી વધુ નામો છે. ફૂડ કંપનીઓ તેનો ઉપયોગ કરીને પ્રોડક્ટ વેચે છે. આ નામોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ તેમાં ઓસ, ઓલ, સિરપ (OSE,OL,SYRUP) નામથી પૂર્ણ થતાં ઈન્ગ્રિડિયન્ટ્સ શુગર જ હોય છે. ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ, ફ્લેવર્ડ યોગર્ટ , સિરિયલ્સ, કુકીઝ, બિસ્કિટ, કેક, કેન્ડી અને મોટાભાગના પ્રોસેસ્ડ ફૂડ્માં એડેડ શુગર હોય છે. સુપ, બ્રેડ, કેચઅપ તેમજ પ્રોટીન પાવડર ઉપરાંત ઘણા હેલ્થ ડ્રિંક્સ અને પ્રોટીન બારમાં પણ અલગ-અલગ નામથી શુગર ઉપલબ્ધ હોય છે. વધુ પડતી શુગર ખાવાથી મેદસ્વીપણુ, ડાયાબિટિસ, સ્વાદુપિંડ, જઠરને નુકસાન થતુ હોવાનુ અનેક રિસર્ચ રિપોર્ટ અને ડોક્ટર્સ સાવચેત કરતાં રહેતા હોય છે.

 

 

(5:31 PM IST)