<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

મોબાઈલ ચોરીથી બચવા માટે આવ્યું એન્ડ્રોઈડમાં આવ્યું આ ફીચર

નવી દિલ્હી: સ્માર્ટફોન વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યાં છે અને દરેક વસ્તુ ડિજિટલાઇઝ થઈ રહી છે ત્યારે યુઝરે તેના મોબાઇલને સાચવવો ખૂબ જ જરૂરી છે. લાયસન્સ અને આધાર કાર્ડ ખોવાઈ જતાં એ જલદી મળી જાય છે, પરંતુ મોબાઇલ ખોવાતા એને શોધવો સહેલો નથી. આથી જ એમના તમામ ડેટાને ખૂબ જ સાચવીને રાખવું જરૂરી છે. આઇફોનમાં ડેટાને ડિલીટ કરવા અથવા તો એને લોક કરવાનો ઓપ્શન હતો, પરંતુ હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ રીમોટલી તેમના મોબાઇલને લોક કરી શકે છે. આ માટે એન્ડ્રોઇડની સિક્યોરિટીમાં પણ ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોરી કરતી વખતે ફોનને જે રીતે ઝૂંટવી લેવામાં આવે છે, ત્યારે જે ફોનની મૂવમેન્ટ થાય છે, એના આધારે એક એડિશનલ લોક ફીચર એડ કરવામાં આવ્યું છે. મોબાઇલના સેન્સર આ મૂવમેન્ટને ધ્યાનમાં લેશે અને મોબાઇલને લોક કરી દેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરત તમામ ફીચર અને એપ્લિકેશન્સને બંધ કરી દેશે, જેથી પર્સનલ ડેટાનો ઉપયોગ નહીં થઈ શકે. મોબાઇલને બાઇક પરથી ઝૂંટવીને લઈ જાય અથવા તો કારમાંથી લઈ જાય જેવા ઘણાં મૂવમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(6:18 PM IST)