<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

હિઝબુલ્લાહે ઇઝરાયલ પર વર્તાવ્યો કહેર:કર્યો 300 મિસાઇલથી હુમલો

નવી દિલ્હી: હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 300થી પણ વધુ  મિસાઇલ છોડતા હાહાકાર મચી ગયો છે.લેબનોનનથી હીઝબુલ્લાહે તેની ફાદી-1 મિસાઇલ ઝિરાયેલના હાઇફા વિસ્તારમાં છોડી હતી. હાઇફા ઇઝરાયેલનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. આ હુમલામાં કમસેકમ દસ લોકોને ઇજા થઈ છે. આ હુમલાના પગલે લોકો બોમ્બ શેલ્ટરોમાં છૂપાવવા દોટ લગાવી હતી. તેની સાથે તેણે ધમકી આપી છે અમે ગાઝાવાસીઓની જેમ લાખો ઇઝરાયેલીઓને પણ વિસ્થાપિત કરીશું. ે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આ દરમિયાન ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે હીઝબુલ્લાહના લોજિસ્ટિક યુનિટના વડા સુહૈલ હુસૈન હુસૈનીને ઠાર કર્યો છે. આ ઓપરેશનની વિગતો આપતા ઇઝરાયેલે જણાવ્યું હતું કે બૈરુતમાં આવેલા કમ્પાઉન્ડમાં સાતમી ઓક્ટોબરે કરેલા હુમલામાં સુહૈલ હુસૈન ઠાર થયો હતો. ઇન્ટેલિજન્સ ડિવિઝનની ખાસ સૂચનાના આધારે પગલું લેવામાં આવ્યું હતું. આ પહેલા તેણે ત્રીજી ઓક્ટોબરના રોજ હમાસના ત્રણ ટોચના કમાન્ડરોને ઠાર કર્યા હતા. આ દરમિયાન ઇઝરાયેલે તેના દક્ષિણ લેબનોનમાં ચાલતા ઓપરેશનમાં ૧૩૦ કસ્બા અને ગામમાંથી હિઝબુલ્લાહને ભગાડી દીધા છે. હવે તેણે ગામની સાથે નાના ટાઉન તરફ આગેકૂચ કરી છે. તેમા ઉત્તરી સરહદે થયેલા મોર્ટાર હુમલામાં ઇઝરાયેલના બે રિઝર્વ સૈનિકોના મોત થયા છે. ઇઝરાયેલે લેબનોનમાં વધુ એક ડિવિઝન મોકલવાની તૈયારી શરુ કરી છે. ઇઝરાયેલે લેબનોન પર સમુદ્ર માર્ગે આક્રમણ કરીશું તેમ જણાવતા માછીમારોને સમુદ્ર ન ખેડવા માટે જણાવ્યું છે. હાલમાં લેબનોનનમાં બે ઇઝરાયેલી ડિવિઝન તો હાજર છે અને ત્રીજી ઇઝરાયેલી ડિવિઝન ઘૂસી ચૂકી છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રીસ હજાર ઇઝરાયેલી સૈનિકો લેબનોનમાં હીઝબુલ્લાહના ખાતમા માટે ત્રાટક્યા છે. તેઓનો દાવો છે કે દક્ષિણ લેબનોનમાંથી અમે હીઝબુલ્લાહને સાફ કરી દઇશું. 

(6:04 PM IST)