News of Wednesday, 9th October 2024
ઓએમજી....હવે એક કલાકમાં લંડનથી ફ્લાઈટમાં પહોંચી શકાશે દિલ્હી

નવી દિલ્હી: લંડનથી દિલ્હી અથવા તો લંડનથી ન્યૂ યોર્ક ફક્ત એક કલાકમાં પહોંચી શકાય એ માટે હાઈપરસોનિક જેટની ટેસ્ટ ફ્લાઇટ બહુ જલદી કરવામાં આવશે. દિલ્હીથી લંડનની ફ્લાઇટ માટે લગભગ અગિયાર કલાક લાગે છે. તેમ જ, લંડનથી ન્યૂ યોર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં પણ આઠ કલાકથી વધુનો સમય લાગે છે. જોકે, આ હાઈપરસોનિક જેટ હવે આ અંતરને ફક્ત એક કલાકની અંદર કાપશે. આ માટે હવે ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવશે, જેનું આયોજન 2025માં કરવામાં આવ્યું છે. લંડન જવા માટે ત્રણ વિકલ્પ છે. દરિયા માર્ગે જવા માટે દસથી પંદર દિવસ લાગે છે. રોડ દ્વારા જવા માટે 70થી 80 દિવસનો સમય લાગે છે. ફ્લાઇટમાં દસથી અગિયાર કલાકનો સમય લાગે છે. જો કે, આ ત્રણ વિકલ્પ સિવાય હવે ચોથા વિકલ્પ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ વિકલ્પ છે હાઈપરસોનિક જેટ, જેને આ અંતર કાપતા ફક્ત એક કલાક લાગશે. જો કે, એની ટેસ્ટિંગ હજી બાકી છે. સામાન્ય વિમાનો કરતાં હાઈપરસોનિક જેટ ખૂબજ ઝડપમાં ટ્રાવેલ કરી શકે છે. મેક 6 એટલે કે 5795 mphની ઝડપ પર આ વિમાનો ટ્રાવેલ કરી શકે છે. સાઉન્ડની ઝડપને મેક તરીકે ઓળખવામાં આવે છે અને એ કરતા છ ગણી ઝડપ, એટલે તેને મેક 6 તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો હાઈપરસોનિક એટલે કે અવાજની સ્પીડ કરતા વધુ ઝડપથી ગતિ કરી શકે તેવું જેટને હાઈપરસોનિક પ્લેન કહેવામાં આવે છે. વિનસ એરોસ્પેસ કંપની દ્વારા હાઈપરસોનિક જેટ બનાવવામાં આવી રહ્યું છે. 2025માં આ જેટનું ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં વિનસ ડેટોનેશન રેમજેટ 2000 lb થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
