તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સ્વીડનના એક શહેરમાં ભીખ માગવા માટે પણ ફી ચૂકવીને લાઇસન્સ લેવું પડે છે
આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવોલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય?

લંડન,તા. ૧૦: આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવોલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટેન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો ગમે ત્યાં ગમે ત્યારે હાથ લાંબો કરતા હોય છે. તેમને કોઈ રોકટોક નથી હોતી, પરંતુ યુરોપિયન દેશ સ્વીડનમાં એસ્કિલસ્ટુના નામનું શહેર છે ત્યાં એવું નથી. ત્યાં ભીખ માગવા માટે પણ લાઇસન્સ લેવું પડે છે. સ્વીડનના પાટનગર સ્ટોકહોમની પશ્ચિમ દિશાએ આવેલા એસ્કિલસ્ટુના શહેરની વસ્તી માંડ એકાદ લાખની છે. ૨૦૧૯થી અહીં ભિક્ષુકવૃત્તિ કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરી દેવાયું છે. એ માટે એક આઇડી કાર્ડ અને ૨૫૦ સ્વીડિશ ક્રોના (લગભગ ૨૦૨૬ રૂપિયા) ફી ચૂકવવાની હોય છે. લાઇસન્સ પ્રથા શરૂ કરવા પાછળનું સરકારનું કારણ પણ વાજબી છે. કોઈ રોકટોક વિના ભીખ માગવા કરતાં લાઇસન્સ પ્રથા શરૂ કરીને સરકારે ભિક્ષુકવૃત્તિને અઘરી બનાવવી છે. શહેરમાં કેટલા લોકોને ભીખ માગવાની જરૂર પડે છે એની પણ શાસકોને ખબર પડશે અને એવા લોકોનો સંપર્ક કરીને તેમને જરૂરિયાત પ્રમાણેની મદદ કરવી હશે તો પણ એ માટે સરળતા રહેશે. લાઇસન્સ પ્રથાની અસર એવી થઈ છે કે કેટલાક લોકોએ ભીખ માગવાને બદલે નાનાં-મોટાં કામ શોધવાનું શરૂ કરી દીધું છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
