તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
માત્ર 15જ દિવસમાં હિઝબુલ્લાહે ઇઝરાયલને કરી યુદ્ધ વિરામની આજીજી

નવી દિલ્હી: ગાઝામાં ચાલતા યુદ્ધમાં ખતમ થવાને આરે આવ્યા છતાં હમાસે શરણાગતિ સ્વીકારી નથી તો હીઝબુલ્લાહે ઇઝરાયેલા યુદ્ધ શરુ કર્યાના ૧૫ જ દિવસમાં ઘૂંટણ ટેકવી દીધા છે અને ઇઝરાયેલને યુદ્ધવિરામ માટે આજીજી કરી છે. તેની સાથે તેણે ઇઝરાયેલ પર ૧૮૦ જેટલા રોકેટ છોડતા સરકારે લોકોને ઘરની બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત પ્રમાણમાં રાખવાની ચેતવણી આપી છે.
હીઝબુલ્લાહના નાયબ વડા નઇમ કાસિમે ઇઝરાયેલને યુદ્ધવિરામની અપીલ કરી છે. આ યુદ્ધવિરામ માટે હીઝબુલ્લાહે ઇઝરાયેલ ગાઝામાં યુદ્ધવિરામ કરે તેવી શરત મૂકી હતી તે પણ છોડી દીધી છે. ઇઝરાયેલના લશ્કરે ગણતરીના દિવસોમાં હીઝબુલ્લાહના ટોચના કમાન્ડરોનો ખાતમો કરી દીધો છે.
હસન નસરલ્લાહ પછી તેના ઉત્તરાધિકારી અને પછી તેના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે. તેની સાથે શસ્ત્રોનો જંગી જથ્થો કબ્જે કરી ચૂક્યા છે અને સેકન્ડો કમાન્ડરો અને આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવી ચૂક્યો છે. ઇઝરાયેલે સાઉથ લેબનોનના ૧૨૩ કસ્બા તેના કબ્જામાં લઈ લીધા છે અને ત્યાંથી હીઝબુલ્લાહના આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે અથવા તો કેટલાય ભાગી ગયા છે.ઇઝરાયેલ હીઝબુલ્લાહના આતંકવાદીઓ સામે તેની કાર્યવાહી તીવ્ર બનાવવા માટે લેબનોનનમાં ચોથી ડિવિઝન ઉતારવાની પણ તૈયારી કરી રહ્યું છે. હીઝબુલ્લાહના નાયબ વડા નઇમ કાસિમે જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામના રાજકીય પ્રયત્નોનું સમર્થન કરે છે. એક વખત યુદ્ધવિરામ સ્થપાઈ જાય તો કૂટનીતિ દ્વારા અન્ય બાબતો પર પણ સંમતિ થઈ શકશે. આ સમયે અમારા માટે લેબનોનવાસીઓથી વધીને કશું નથી. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે જણાવ્યું હતું કે અમેરિકા અને અરબ રાજ્યોએ મધ્યપૂર્વમાં ચાલતા આ યુદ્ધને રોકવા માટે ઇરાન સાથે ખાનગી રાહે મંત્રણા શરુ કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારે સવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત પણ કરી છે. બંને વચ્ચે ઇરાન સાથે ચાલતા સંઘર્ષને લઈને ચર્ચા પણ કરવામાં આવી. બંનેએ લેબનોન અને ગાઝાના યુદ્ધ પર પણ ચર્ચા કરી હતી. આ વાતચીત તાજેતરના સપ્તાહોમાં લાંબા સમય પછી બંને વચ્ચે થયેલી પ્રથમ વાતચીત હતી. નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે તેમણે ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ સાથે પણ વાત કરી હતી. ટ્રમ્પે નેતન્યાહુને આ પ્રકારે મક્કમતાપૂર્વક ઓપરેશન ચલાવવા બદલ અભિનંદન આપ્યા હતા.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
