તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 12th October 2024
આ જગ્યા પર અચાનક ભુવો પડતા ફિલ્મી સ્ટાઈલમાં માં-દીકરાનો જીવ બચ્યો

નવી દિલ્હી: ઘણી વખત CCTVમાં એવી ઘટનાઓ કેદ થઇ જાય છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. એવી જ એક ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક 43 વર્ષીય મહિલા તેના પાંચ વર્ષના બાળક સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન કાર સંપૂર્ણપણે સિંકહોલમાં ફસાઈ ગઈ. જોકે, બંનેના ફિલ્મી સ્ટાઈલમાં જીવ બચી જાય છે.
આ ઘટના રોમાનિયાના બુકારેસ્ટમાં બની હતી. મહિલા તેના બાળકને કારમાં પ્લેહાઉસમાં મૂકવા જઈ રહી હતી. એકાએક રસ્તોમાં ભૂવો પડી ગયો અને કાર સહિત બંને જણા ઊંડા ખાડામાં પડવા લાગ્યા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કાર પાર્ક કર્યા બાદ મહિલા બહાર આવી અને પાછળનો દરવાજો ખોલીને બાળકને બહાર કાઢવા લાગી, પરંતુ આ દરમિયાન રસ્તામાં ભૂવો પડી ગયો હતો. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કદાચ નીચે નાખવામાં આવેલી પાઈપ અને મોટા વાહન તે જ જગ્યાએ પાર્ક કરેલી કારનું વજન સહન કરી શક્યો ન હોવાથી ભૂવો પડી ગયો હશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
