તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 12th October 2024
ઇઝરાયલે બૈરૂતમાં 22 લોકોને મારી નાખતા હિઝબુલ્લાહના નેતાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ

નવી દિલ્હી: ઈઝરાયલે ગુરૂવારે મધ્ય બીરૂતમાં કરેલા હુમલામાં ૨૨થી વધુના જાન ગયા છે, જયારે ૧૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા છ. લેબેનોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહોથી ઈઝરાયલ- હીઝબુલ્લાહ યુદ્ધ અતિ તીવ્ર બની રહ્યું છે. સામ સામા પ્રચંડ હુમલાઓ થઈ રહ્યા છે. પરંતુ ગુરુવારે ઈઝરાયલી ટેન્કોએ કરેલા બોંબર્ડમેન્ટનો મૂળ હેતુ તો હીઝબુલ્લાહના નેતા વાકીફ સાફાને નિશાન બનાવવાનો હતો પરંતુ તે આગમચેતી વાપરી દૂર ચાલ્યો જતાં બચી ગયો છે. વાસ્તવમાં આ વાકીફ સાબાએ લેબોનીઝ સિકયુરીટી ફોર્સિસ સાથે સંપર્ક રાખવાની જવાબદારી સોંપાઈ હતી. તેથી ઈઝરાયલે તેને નિશાન પર રાખ્યો હતો. ઈઝરાયલે હવે તો ધનિષ્ટ નાગરિક વસ્તી ધરાવતા વિસ્તારો ઉપર પણ હુમલા શરૂ કરી દીધા છે. આ વિસ્તારમાં રહેણાકના ફલેટ અને દુકાનો છે. ખેદની વાત તો તે છે કે ઈઝરાયલ ટેન્કો આગળ ધસી રહી હતી તે પહેલા તેણે એ વિસ્તાર ખાલી કરવા નાગરિકો કે દુકાનદારોને ચેતવણી પણ આપી ન હતી. આ માહિતી આપતા લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્ક ગોળાને લીધે ઓછામાં ઓછા ૨૨ જણાના મૃત્યુ થયા હતા અને ૧૧૭ ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી કેટલાકની સ્થિતી ગંભીર છે. આ હુમલામાં એક પેટ્રોલ પંપ ઉપર પણ ગોળો પડયો હતો તેથી ત્યાં આગ ફાટી નીકળી હતી. આથી ધૂમાડાના ગોટે ગોટા ઉડતા દેખાતા હતા. આસપાસનો વિસ્તાર ખંડેર બની ગયો હતો. બચાવ કર્મીઓ હવે મલબા નીચે દટાયેલાઓને શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે છેલ્લા કેટલાક સપ્તાહોમાં કરેલા પ્રચંડ હવાઈ અને મિસાઇલ હુમલામાં હીઝબુલ્લાહના કેટલા ટોચના પદાધિકારીઓનો ખાત્મો બોલાવી દીધો છે. તેણે છેલ્લામાં છેલ્લા હીઝબુલ્લાહ નેતા હસન નસરબાકહને મારી નાખ્યો હતો.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
