News of Monday, 14th October 2024
યુક્રેન પર ત્રાટક્યું રશિયાનું ડ્રોન:આકાશમાં છવાઈ ગયો કેસરી રંગ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અઢી વર્ષથી વધુનો સમય થયો છે. આ યુદ્ધ સમય જતાં વધુ ઘાતક બની રહ્યું છે. આ વચ્ચે રશિયાએ યુક્રેનના શહેર કોસ્તિયાતિન્વિકા પર રહસ્યમયી હથિયારથી હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, તે રશિયા સિવાય અન્ય કોઈ દેશ પાસે નથી. જ્યારે, તે યુક્રેનમાં બ્લાસ્ટ થયો ત્યારે થોડા સમય માટે સિટીનું આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું. આ દરમિયાન યુક્રેનના નાગરિકો ડરથી બંકરોમાં છૂપાઈ ગયા હતા. રિપોર્ટ મુજબ, આ હથિયારને યુક્રેનની આર્મીએ હવામાં જ તોડી પાડયું હતું. આ હથિયાર રશિયાનું પ્રસિદ્ધ એસ-૭૦ ડ્રોન ઓખોત્નિક હોવાનું જાણકારો કહી રહ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર, આ હથિયાર દુનિયામાં કોઈની પાસે નથી. આ પહેલા રશિયાએ જ્યારે, યુક્રેન પર હુમલો કર્યો ત્યારે, આકાશમાં વ્હાઈટ કલરની રોશની જોવા મળી હતી. યુક્રેનના નાગરિકો રશિયાના ચિત્રવિચિત્ર હુમલાઓથી ગભરાઈ ગયા છે. સુખોઈ એસ-૭૦ ઓખોત્નિકને સુખોઈ અને રશિયન એરક્રાફ્ટ કોર્પોરેશન મિગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આ ડ્રોન અગાઉના મિકોયાન સ્કેટ પર આધારિત છે. જે પાંચમી પેઢીના સુખોઈ સુ-૫૭ જેવી જ આધુનિક ટેકનોલોજી ધરાવે છે. તે ફાઈટર જેટ જેટલું જ મોટું છે. પણ, તેમાં કોઈ કોકપીટ નથી. આ ડ્રોનનું વજન ૨૦ ટનથી વધારે છે. જ્યારે, તેની રેન્જ ૬,૦૦૦ કિમીની છે. તીરના આકારનું આ ડ્રોન અમેરિકાના એક્સ-૪૭બી જેવું દેખાય છે. આ ડ્રોન જમીની અને હવાઈ હુમલાઓ કરવા સક્ષમ છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
