<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

૫૦ વર્ષથી ઓછી વયનીસ્ત્રીઓમાં વધી રહયું છે બ્રેસ્‍ટ કેન્‍સરઃ રિપોર્ટ

શ્વેત મહિલાઓની સરખામણીમાં અશ્વેત મહિલાઓમાં મૃત્‍યુ દર ૩૮ ટકા વધારે

નવી દિલ્‍હી : દુનિયાભરમાં પ૦ વર્ષથી ઓછી વયની મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સરના કેસોમાં વધારો થઇ રહયો છે. એશીયન અમેરીકનો અને પ્રશાંત દ્વિપસમુહોની મહિલાઓમાં આ કેસો ઝડપથી વધી રહયા છે. તેમનામાં આ વધારો વાર્ષિક  ર.પ થી ર.૭ ટકા જેટલો છે. જયારે ર૦૧ર થી ૨૦૨૧ વચ્‍ચે આનો વૈશ્વીક વૃધ્‍ધિ દર વાર્ષિક ૧.૪ ટકા છે. ત્‍વચા કેન્‍સર પછી બ્રેસ્‍ટ કેન્‍સર મહિલાઓમાં સૌથી સામાન્‍ય કેન્‍સર બની ગયું છે.

આ માહીતી અમેરીકન કેન્‍સર સોસાયટી (એસીએસ) ના લેટેસ્‍ટ રિપોર્ટ બ્રેસ્‍ટ કેન્‍સર સાંખ્‍યીકી ર૦ર૪માં સામે આવી છે. એસીએસ દેશભરમાં બ્રેસ્‍ટ કેન્‍સરના કેસો પર નજર રાખે છે. રિપોર્ટ અનુસાર અશ્વેત મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સરના કારણે મૃત્‍યુ દર શ્વેત મહિલાઓની સરખામણીમાં ૩૮ ટકા વધારે છે. જયારે તેના દર્દીઓની સંખ્‍યા ઓછી છે. રિપોર્ટ અનુસાર શ્વેત મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સર થવાની શકયતા અશ્વેત હિસ્‍પેનીક અને એશીયન મહિલાઓ કરતા વધારે હોય છે. યુવા મહિલાઓમાં આક્રમક કેન્‍સરની ઘટનાઓ વધી રહી છે. અશ્વેત મહિલાઓમાં ટ્રીપલ નેગેટીવ બ્રેસ્‍ટ કેન્‍સર થવાનું જોખમ વધારે હોય છે. આ કેન્‍સર નાની વયે થાય.

રીપોર્ટ અનુસાર અશ્વેત મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સર માટે વંશાનુગત, સામાજીક, આર્થિક, ભૌગોલીક અને જીવનશૈલી જેવા કારણો જવાબદાર હોઇ શકે છે. આંકડાની દ્રષ્‍ટિએ અશ્વેત મહિલાઓમાં ડાયાબીટીસ, マદયરોગ અને સ્‍થુળતાની શકયતા વધારે હોય છે અને પ્રસુતી પછી સ્‍તનપાન કરાવવાની શકયતા ઓછી હોય છે. આ બધુ બ્રેસ્‍ટ કેન્‍સર માટે જોખમકારક છે.

આ વર્ષે ૨૭૯૦ પુરૂષોને પણ સ્‍તન કેન્‍સર

રિપોર્ટ અનુસાર, પુરૂષોમા સ્‍તન કેન્‍સર નહીંવત હોય છે પણ આ વર્ષે અત્‍યાર સુધીમાં લગભગ ૨૭૯૦ પુરૂષોમાં તે જોવા મળ્‍યુ છે તેમાંથી ૫૩૦ લોકોના મોત થઇ ચૂકયા છે છાતીમા અનિયમીત કોષ વૃધ્‍ધિ પુરૂષ સ્‍તન કેન્‍સરનું કારણ બને છે. જયારે સ્‍વાસ્‍થ કોષો કેન્‍સર કોષોમાં ફેરવાય છે ત્‍યારે ટયુમર બને છે આ કેન્‍સર સ્‍તનનળી ઓમાં શરૂ થાય છે અને અન્‍ય ભાગોમાં ફેલાય છે પુરૂષ સ્‍તન કેન્‍સરના દુર્લભ પ્રકારોમા સોજા યુકત સ્‍તન કેન્‍સર અને સ્‍તન પેગેટે રોગ સામેલ છે.

(12:04 PM IST)