<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ટેસ્લા કાર રાહદારીને કચડતા સેલ્ફ ડ્રાઈવિંગ સિસ્ટમને ચકાશે તેવું ડિવાઇસ મૂક્યું

નવી દિલ્હી: અમેરિકન સરકારની રોડ સેફ્ટી એજન્સી ટેસ્લાની ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમની ચકાસણી ફરીથી કરવાની છે. ટેસ્લાની કારે ઝાંખપાળા વાતાવરણમાં રાહદારીને કચડી નાખતા અને એકને ઇજા પહોંચાડતા તેની સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમ સામે ફરીથી સવાલે ઉટયા છે. નેશનલ હાઇવે સેફ્ટી એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે ટેસ્લા સૂરજના ચળકાટ, ધુમ્મસ અને હવાજન્ય રજકણો સહિતના ક્ષેત્રોમાં પ્રવેશ્યા પછી ચાર ક્રેશ કર્યાના રિપોર્ટ બાદ તેણે ગુરુવારે કંપનીની તપાસ શરુ કરી છે.
આ ઉપરાંત કંપનીની ફુલી સેલ્ફ ડ્રાઇવિંગ કારે એક રાહદારીને કચડી નાખતા અને અન્ય એકને ઇજા પહોંચાડતા તેની તપાસ કરવી જરુરી થઈ પડયુ હતું. તપાસકર્તાઓ ફુલ સેલ્ફ ડ્રાઇવિંગની રસ્તા પર ઝાંખપનું પ્રમાણ વધારે હોય ત્યારે તેને ચકાસવાની અને તેનો યોગ્યે પ્રતિસાદ આપવાની સેલ્ફ ડ્રાઇવ કારની ક્ષમતા ચકાસશે. આ તપાસમાં ટસ્લાની ૨૦૧૬થી ૨૦૨૪ સુધીના બધા જ કાર મોડેલની આવરી લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ટેસ્લાએ કુલ ૨૪ લાખ કાર વેચી છે. આ અંગે ટેસ્લાએ જણાવ્યું હતું કે અમે વારંવાર જણાવી ચૂક્યા છીએ કે સિસ્ટમ જાતે વાહન હંકારતી નથી અને કાર ડ્રાઇવર દર વખતે દરમિયાનગીરી કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

 

(6:36 PM IST)