તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 19th October 2024
આ છે માનવ ઇતિહાસનો પાણીને લગતો સૌથી મોટો ખતરાનો સંકેત

નવી દિલ્હી: ધ ઇકોનોમિક્સ ઑફ વોટરના ગ્લોબલ કમિશન દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ પૃથ્વીની વોટર સિસ્ટમ પર અસર પડતી જોવા મળી રહી છે. ઘણાં દાયકાઓથી પાણીને લઈને બેજવાબદારી રાખવામાં આવી હોવાથી અને એની વેલ્યુને નજર અંદાજ કરવામાં આવી હોવાથી આ પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે. વોટર સાઇકલમાં અસંતુલનનું મુખ્ય કારણ માનવીય એક્ટિવિટીસ છે. જંગલો કાપી નાખવા, શહેરીકરણ અને ગમે તે રીતે ખેતી કરતાં વિજ્ઞાનમાંથી વિમુખ થવું. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્નમાં ફેરફાર થાય છે. આ તમામ કારણો સર સ્વચ્છ અને પીવાલાયક પાણીની ઉપલબ્ધિ પર ખરાબ અસર પડે છે. પાણીની સપાટી ઓછી થવાથી એની અસર ભવિષ્યની જનરેશન પર પડશે અને તેમને પાણીની તંગી વર્તાશે. વોટર સાઇકલમાં અસંતુલનનું મુખ્ય કારણ માનવીય એક્ટિવિટીસ છે. જંગલો કાપી નાખવા, શહેરીકરણ અને ગમે તે રીતે ખેતી કરતાં વિજ્ઞાનમાંથી વિમુખ થવું. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્નમાં ફેરફાર થાય છે. આ તમામ કારણો સર સ્વચ્છ અને પીવાલાયક પાણીની ઉપલબ્ધિ પર ખરાબ અસર પડે છે. પાણીની સપાટી ઓછી થવાથી એની અસર ભવિષ્યની જનરેશન પર પડશે અને તેમને પાણીની તંગી વર્તાશે. અસંતુલનના પરિણામો ઘણા લાંબા સમય સુધી જોવામાં આવશે. ગીચ વસ્તીવાળા અને સઘન ખેતી કરતાં દેશો, જેમ કે ભારત, ચીન અને યુરોપમાં વિશેષ અસર પડશે. રિપોર્ટમાં પાણીને લઈને મોટી દુર્ઘટના થવાની ચેતવણી આપવામાં આવી છે. એના કારણે ખાદ્ય ઉત્પાદન, અર્થતંત્ર અને માનવ હેલ્થ પર ભારે અસર થશે. ખરાબ પાણી અને સેનિટેશનના અભાવે દરરોજ પાંચ વર્ષથી ઓછી વયના અંદાજે એક હજાર બાળકોના મોત થાય છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
