<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

પતિ સાથે ઝઘડો થયો એટલે ઉશ્‍કેરાયેલી પત્‍નિએ બે બાળકોને ૨૩મા માળના ફ્‌લેટની બહાર ACના કોમ્‍પ્રેસર પર બેસાડી દીધાં

ઘણીવાર મા-બાપના ઝઘડામાં બાળકોને સહન કરવાનો વારો આવે છે તાત્‍કાલિક ફાયર-બ્રિગેડે આવીને બંને બાળકોને હેમખેમ ઉતાર્યા હતાં

ACબીજીંગ, તા.૨૧: મધ્‍ય ચીનમાં રૂંવાંડાં ઊભાં થઈ જાય એવી ઘટના ૧૦ ઑક્‍ટોબરે બની હતી. ફ્‌લૅટના ૨૩મા માળે રહેતાં પતિપ્રપત્‍ની વચ્‍ચે ઝઘડો થયો એટલે ઉશ્‍કેરાયેલી પત્‍નીએ દીકરાંપ્રદીકરીને બારીની બહાર લગાડેલા ઍર-કન્‍ડિશનરના કૉમ્‍પ્રેસર યુનિટ પર બેસાડી દીધાં હતાં. આટલીબધી ઊંચાઈએ કોઈ જ જાતની સુરક્ષા વિના બેસાડી દેવાતાં બાળકો હેબતાઈ ગયાં હતાં. છોકરી તો ધ્રુસકેપ્રધ્રુસકે રડવા માંડી અને છોકરો સૂનમૂન થઈ ગયો. પાડોશીઓએ બાળકોનો રડવાનો અવાજ સાંભળ્‍યો અને પોલીસને જાણ કરી. તાત્‍કાલિક ફાયર-બ્રિગેડે આવીને બન્ને બાળકોને હેમખેમ ઉતાર્યાં હતાં. હવે તપાસ ચાલી રહી છે.

ઘણીવાર માં-બાપના ઝઘડામાં બાળકોને સહન કરવાનો વારો આવે છે. ચીનમાં રહેતી એક મહિલાએ ક્રૂરતાની તમામ હદો પાર કરી નાખી હતી. મહિલાનો જ્‍યારે પોતાના પતિ સાથે ઝઘડો થયો તો તેની સાથે બદલો લેવા માટે પોતાના બાળકોને ૨૩માં માળે બારી બહાર ખતરનાક રીતે બેસાડી દીધા હતા. આ વીડિયો જેણે પણ જોયો તેના રૂંવાડા ઊભા થઈ ગયા.

જણાવાઈ રહ્યું છે કે, આ ઘટના આશરે દસ દિવસ પહેલા ચીનના હેનાન વિસ્‍તારના લુઓયાંગમાં બની હતી. ચીનના સ્‍થાનિક સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો ૨૩માં માળે ACપર બેઠેલા જોવા મળી રહ્યાં છે. સ્‍થાનિક રહેવાસીએ જ્‍યારે બાળકોના રડવાનો અવાજ સાંભળ્‍યો તો ખબર પડી કે બે બાળકો ખતરનાક રીતે બારીની બહાર બેસેલા છે.

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકો AC ઉપર બેઠા છે જ્‍યારે બારી પર તેની માં બેઠેલી છે અને પોતાના પતિ સાથે ઝઘડો કરી રહી છે. પત્‍ની બૂમો પાડી રહી છે. પરંતુ પતિ શાંત છે અને બાળકોને ઘરની અંદર લાવવાનો પ્રયત્‍ન કરી રહ્યો છે. જેવો પતિ બાળકો તરફ આગળ વધે છે. પત્‍ની તેને અટકાવે છે.

ત્‍યારબાદ આ ઘટનાની જાણકારી સ્‍થાનિક પોલીસને આપવામાં આવે છે. ફાયર વિભાગના લોકો ઘટના સ્‍થળે પહોંચ્‍યા અને બાળકોને બચાવી લેવામાં આવ્‍યાં. જોકે મહિલા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં તે વિશે માહિતી મળી શકી નથી. ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી મીડિયા પર આ મહિલાને લોકો ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે.

વાયરલ વીડિયો પર એક યૂઝરે લખ્‍યું કે, આપસી લડાઈમાં બાળકોને આ રીતે સજા કેમ આપવામાં આવી રહી છે? અન્‍ય એકે લખ્‍યું કે, મહિલાએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. બીજા યુઝરે લખ્‍યું કે મહિલા બાળકોને સાચવવામાં નિષ્‍ફળ રહી છે. અન્‍ય એક યુઝરે લખ્‍યું કે, ૨૩માં માળેથી બાળકો પડી જાત તો તેનું શું થાત?

(10:58 AM IST)