<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ઓએમજી..... 2.5 વર્ષથી ચાલતા યુધ્દમાં પ્રથમવાર યુક્રેને કર્યો રશિયા પર મોટો હુમલો

નવી દિલ્હી: યુક્રેને રશિયા પર  100થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે રવિવારે જણાવ્યું કે, રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં 100થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, યુક્રેનના સિટી કિવ રીહમાં રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 17 નાગરિકો ઘાયલ થયા હતા. 

અઢી વર્ષ પહેલા શરૂ થયેલા યુદ્ધમાં રશિયા પર આવા મોટા પાયે હવાઈ હુમલાઓ દુર્લભ છે. રશિયન ડિફેન્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 110 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના સરહદી વિસ્તાર કુર્સ્કને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં, 43 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફૂટેજમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીની નજીક નિઝની નોવગોરોડ પ્રદેશમાં કરવામાં આવેલા હુમલાને જોઈ શકાતો હતો. યુક્રેન આર્મીએ જણાવ્યું કે, તેમણે આર્ટિલરી દારૂગોળો અને એરિયલ બોમ્બ બનાવતી સ્વેર્ડલોવ ફેક્ટરીને ટારગેટ કરી હતી. લિપોટ્સક પ્રદેશમાં આર્મી એરફિલ્ડમાં ડ્રોને આગ ફેલાવી હતી. 

(6:25 PM IST)