<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ઓએમજી.....માઉન્ટ એવરેસ્ટ કરતા પણ 4 ગણો મોટો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયો હતો:રિસર્ચમાં થયો ખુલાસો

નવી દિલ્હી: સામાન્ય રીતે તો એસ્ટરોઇડનો ઉપયોગ વિનાશ માટે થાય છે. વિનાશકારી એસ્ટરોઇડ્સે ડાયનાસોરનો નાશ કર્યો હોવાનું કહેવાય છે. તેના વ્યાપક પ્રભાવને કારણે ટી-રેક્સ અને સ્ટેગોસોરસ લુપ્ત થઈ ગયા. આ દાવાઓથી વિરુદ્ધ સંશોધકો એવું પણ માને છે કે, ઓછી જાણીતી ઉલ્કાની કદાચ વધુ ઊંડી અસર થઈ હશે, અને તે પૃથ્વી પર જીવનની શરૂઆત સાથે જોડાયેલી હશે. એક રિસર્ચ પ્રમાણે ડાયનાસોરને મારનારા એસ્ટરોઇડ કરતાં 200 ગણા મોટા એસ્ટરોઇડે વાસ્તવમાં પ્રારંભિક પૃથ્વી પર જીવનને ખીલવામાં મદદ કરી હતી.
એક રિપોર્ટ પ્રમાણે એસ્ટરોઇડ S2 એક વિશાળ સ્પેસ રોક છે, જેનું કદ માઉન્ટ એવરેસ્ટ કરતાં ચાર ગણું મોટું છે. પૃથ્વી પર વિશેષ કરીને તેના મહાસાગરો પર તેની મહત્ત્વપૂર્ણ અસર થઈ હોવાનું માનવામાં આવે છે. S2 ની સૌથી પહેલા વર્ષ 2014માં શોધ થઈ હતી. આ એસ્ટરોઇડ લગભગ 3.26 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર ટકરાયો હતો. એક અહેવાલમાં દર્શાવવામાં આવેલા અહેવાલ પ્રમાણે, જ્યારે આ વિશાળ ખડક S2 પૃથ્વી સાથે અથડાયું ત્યારે મહાસાગરો ઉકળી ઉઠ્યા અને ત્યાર બાદ ભયંકર સુનામી આવી. હાલમાં જ વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકાના બાર્બર્ટન ગ્રીનસ્ટોન બેલ્ટમાં ઉલ્કાના કારણે પૃથ્વી પરની તેની અસરો વિશે તપાસ કરવા માટે બનાવેલા ઈમ્પેક્ટ ક્રેટરની મુલાકાત લીધી હતી. આ ટીમે 220 પાઉન્ડના ખડકો એકઠા કર્યા અને તેને પરીક્ષણ માટે લેબમાં લાવવામાં આવ્યા હતા. ખડકો પરના સંશોધનથી જાણવા મળ્યું છે, કે S2 અથડામણથી આવેલી વિશાળ સુનામી સમુદ્રમાં વહી ગઈ હતી અને જમીન પરથી કાટમાળને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોવાઈ ગયો હતો. સમુદ્રની સપાટીનું સ્તર બાષ્પીભવન થઈને વાયુમંડળમાં ઉકળવા લાગ્યું, જેના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું. ત્યારે તાપમાનમાં ભારે વધઘટ જોવા મળી હતી. એટલું જ નહી તેમને ખડકના પુરાવા પણ મળ્યા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે, સુનામીએ આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોનો નાશ કર્યો હતો. સંશોધકોનું માનવું છે કે, આ ઘટનાએ જીવન વિકાસમાં અદ્દભૂત અને આશ્ચર્યજનક પ્રેરણા આપી હશે. હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી નાડજા ડ્રેબોન સંશોધનના મુખ્ય લેખક કહે છે, 'અમે જાણીએ છીએ કે, પૃથ્વીની શરૂઆતના સમયગાળા દરમિયાન વિશાળ ઉલ્કાઓની અસર વારંવાર થતી હતી અને તેણે પ્રારંભિક જીવનની ઉત્ક્રાંતિને પ્રભાવિત કરી હશે. પરંતુ અમારી પાસે તેની સારી સમજણ નહોતી.

 

(6:42 PM IST)