<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

વધુ એક ચર્ચિત કંપની પર લાગ્યો ડેટા પ્રાઈવસીના ભંગનો આરોપ

નવી દિલ્હી: યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે ડેટા પ્રાઇવેસીના નિયમોના ભંગ બદલ લિંક્ડઇન પર ૩૩.૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. આયરલેન્ડના ડેટા પ્રોટેકશન કમિશને ે જાહેરાતના હેતુ માટે પર્સનલ ડેટાના ઉપયોગ કરવા બદલ માઇક્રોસોફ્ટની માલિકીની પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટને ઠપકો આપ્યો છે.
કમિશને કાયદેસરતા, નિષ્પક્ષતા અને પારદર્શકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડબલિન સ્થિત ડેટા પ્રોટેકશન કમિશન યુરોપિયન યુનિયનના ૨૭ દેશોમાં ડેટા પ્રાઇવેસી નિયમો પર નજર રાખે છે.
ડેટા પ્રોટેક્શન કમિશને જણાવ્યું છે કે તેણે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે લિંક્ડઇન પાસે ડેટા એક્ત્ર કરવાનો કોઇ કાયદેસર આધાર નથી જેથી તે ઓનલાઇન જાહેરાત માટે ગ્રાહકોને નિશાન બનાવી શકે.

 

(5:12 PM IST)