<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

મરણના સેંકડો વર્ષો પછી પણ નથી જતા તમાકુના ડાઘઃ રિસર્ચરોનો દાવો

તમાકુ માનવ હાડકાઓના બહારના પડ પર બનાવે છે કાયમી નિશાન

નવી દિલ્‍હી તા.ર૬ : તમાકુનુ સેવન માનવોના કાર્ટીકલ બોન પર  એક કાયમી નિશાન છોડે છે. તે માનવ કંકાલની સંરચનાને પણ બદલી નાખે છે. આ નિશાન એટલા ઉંડા હોય છે કે મૃત્‍યુના સદીઓ પછી પણ હાડકાઓ પર રહી જાય છે. માનવ કંકાલ પર તમાકુની અસરો બાબતે યુનિવર્સિટી ઓફ લેસ્‍ટરના વૈજ્ઞાનિકોએ ૧ર મી થી ૧૯મી સદીના માનવ કંકાલોનો અભ્‍યાસ કરીને આ ખુલાસો  કર્યો છે. તેના પરિણામો આંતરરાષ્‍ટ્રીય જનરલ સાયન્‍સ એડવાન્‍સીઝમાં પ્રકાશીત થયા છે.

રિસર્ચરો બારમી સદીના માનવ કંકાલોના અવશેષોના વિશ્‍લેષણમાં જણાવ્‍યું કે તમાકુનું સેવન માણસોના હાડકાના બહારના પડ પર એક કાયમી નિશાન બનાવી દે છે, જે મોતના લાંબા સમય પછી પણ જળવાઇ રહે છે. કોર્ટીકલ બોન  એક પ્રકારના ટીસ્‍યુ હોય છે જે હાડકાના બહારના પડને બનાવે છે અને મજબુતી આપે છે. શારિરીક પ્રણાલીમાં તેની ભુમિકા બહુ મહત્‍વની હોય છે.

(4:03 PM IST)