News of Monday, 28th October 2024
અમેરિકાએ ગેરકાયદે રહેતા 145 દેશોના 1.6 લાખ લોકોને કર્યા ઘરભેગા

નવી દિલ્હી: અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પર છેલ્લા એક વર્ષથી તવાઈ આવી છે. અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી અને ભારત સરકારના સહયોગમાં 22 ઓક્ટોબરે ચાર્ટર ફ્લાઈટ મારફત અમેરિકમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પાછા ભારતમાં મોકલી અપાયા છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અને વસવાટ કરનારાઓ પર ત્યાંની સરકાર ચાંપતી નજર રાખતાં આ કવાયત હાથ ધરી છે.હોમલેન્ડના ડેપ્યુટી સેક્રેટરી ક્રિસ્ટિને જણાવ્યા પ્રમાણે, 2024માં અત્યારસુધી અમે અમેરિકામાં ગેરકાયદે રહેતાં 145થી વધુ દેશોના 1,60,000 નાગરિકોને 495થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફત તેમના દેશ પાછા મોકલ્યા છે. માનવ તસ્કરીના કેસો પર તપાસ હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી છે. જૂન-2024થી આ કાયદાનું કડક અમલ કરાતાં ઘૂસણખોરીના પ્રમાણમાં 55 ટકાનો ઘટાડો થયો છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
