News of Wednesday, 30th October 2024
આ છે AI સર્જિત ૪ સેલિબ્રિટીઝ
ચીનમાં AIએ બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફલુઅન્સર પણ સેલિબ્રિટી બની ગયા છે

બીજીંગ,તા. ૩૦: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં દરરોજ કોઈ ને કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રોજ નવી ક્રાન્તિ સર્જાય છે. ચીનમાં AI એ બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફલુઅન્સર પણ સેલિબ્રિટી બની ગયા છે. આવા ઇન્ફલુઅન્સરના ફોલોઅર લાખોની સંખ્યામાં છે અને એમાં કેટલાક તો અબજોપતિ છે. એમિલી પેલેગ્રિની વિશ્વની સૌથી પ્રસિદ્ધ વર્ચ્યુઅલ ઇન્ફલુઅન્સરમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૨,૫૪,૦૦૦ ફોલોઅર છે. તે લોસ એન્જેલસમાં રહેતી ૨૩ વર્ષની યુવતી હોવાનો દાવો કરે છે, પણ એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું સર્જન છે. એમિલી ઓનલાઇન થઈ એના ગણતરીના કલાકોમાં કેટલાય લોકોએ તેને ડેટ પર આવવાનું આમંત્રણ આપી દીધું હતું. ફુટબોલ પ્લેયર, ટેનિસ ખેલાડી અને અબજોપતિ લોકો તેના ફોલોઅર છે. એ પછી આવે છે લિયુ યેક્સી. પોતાને બ્યુટી બ્લોગર અને ‘મોન્સ્ટરર હન્ટર'ગણાવતી લિયુ ૨૦૨૧માં ઇન્ટરનેટ પર સૌથી અભૂતપૂર્વ વર્ચ્યુઅલ ઇન્ફલુઅન્સરમાંની એક ગણાય છે. ચીનની સોશ્યલ સાઇટ ડોયિન પર તેના ૭.૭ મિલ્યનથી વધારે ફોલોઅર છે. એક યુવાનને મેકઅપ કરતી હોય એવો પહેલો વિડિયો અપલોડ કર્યો અને રાતોરાત ૧ મિલ્યન ફોલોઅર્સ થઈ ગયા હતા. તેના વિડિયોમાં ટોપ-એન્ડ સિનેમેટોગ્રાફીનો પણ ઉપયોગ કરાય છે. પૂર્વ ચીનના શેડોંગ રાજયની ચોકલેટ, લિટલ લેમનના ૧૦ લાખથી વધુ અનુયાયી છે. ડોયિન પર તેને અત્યંત સુંદર મહિલા તરીકે રજૂ કરવામાં આવી હતી અને તે મધ્યમ વયના પુરુષોને આકર્ષતા વિડિયો બનાવે છે. લિયુ યાનના ૪૬,૦૦૦ ફોલોઅર છે. લિયુ દક્ષિણ ચીનના ગ્વાંગડોન્ગ રાજયની અત્યંત લોકપ્રિય AI બ્યુટી ઇન્ફલુઅન્સર છે. તેને ૩૬ વર્ષની બાળસહજ મહિલા તરીકે રજૂ કરવામાં આવી છે. તે સ્વાસ્થ્ય, ચામડીની સંભાળ અને વૃદ્ધત્વ રોકતી વ્યૂહરચનાઓ પર વાત કરે છે.(
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
