<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ગાઝા પર ઇઝરાયલે કર્યો બોંબ હુમલો:મહિલા-બાળકો સહીત 88ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેના ગાઝામાં સતત તાબડતોડ હુમલા કરી રહી છે. આ વચ્ચે હવે ઉત્તર ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા તાજેતરના હવાઈ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો સહિત 88 લોકોના મોત થઈ ગયા છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું કે, જીવલેણ ઈજાઓથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં નથી આવી રહી કારણ કે, ગત સપ્તાહના અંતમાં ઈઝરાયલી દળો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરમિયાન અનેક ડોકટરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઈઝરાયલે તાજેતરના અઠવાડિયામાં ઉત્તર ગાઝામાં હવાઈ હુમલામાં વધારો કરી દીધો છે અને મોટું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, આ હમાસના એ આતંકવાદીઓનો ખાતમો કરવા માટે છે જે યુદ્ધના એક વર્ષથી વધુ સમય બાદ ફરીથી સંગઠિત થઈ ગયા છે. તાજેતરમાં જ ગાઝાની એક હોસ્પિટલમાંથી ઈઝરાયના સૈનિકોએ હમાસના 100 આતંકવાદીઓને પકડ્યા હતા. યુદ્ધના કારણે ઉત્તર ગાઝામાં હજારો પેલેસ્ટાઈનીઓની હાલત સતત ખરાબ થઈ રહી છે. ગાઝા સુધી પૂરતી સહાય ન પહોંચવાને કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈઝરાયલની સંસદે એક એવો કાયદો પસાર કર્યો છે જે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સાથે સબંધિત સંયુક્ત રાષ્ટ્ર એજન્સીને ગાઝામાં સહાયતા પૂરી પાડવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. ઈઝરાયલનું ગાઝા અને કબજો કરેલ વેસ્ટ બેંક બંને પર નિયંત્રણ છે અને એ અસ્પષ્ટ નથી કે એજન્સી અહીં કઈ રીતે કામ કરશે. 

(4:51 PM IST)