તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
અમેરિકામાં પિતા-પુત્રીની જોડીએ એલિયન સિગ્નલ ડિકોડ કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: એક વર્ષથી મહેનત બાદ અમેરિકાની બાપ-દીકરીની જોડીએ એલિયન સિગ્નલ ડિકોડ કર્યું છે, જેને મંગળ ગ્રહથી મોકલવામાં આવ્યું હતું. આ બંનેનું નામ કેન શૈફિન અને કેલી શૈફિન છે. આ સિગ્નલને ગત વર્ષે મે મહિનામાં યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના એક્સોમાર્સ ટ્રેસ ગેસ ઓર્બિટર (TGO) એ મંગળવારે રીસિવ કર્યું હતું.
આ સિગ્નલને ડિકોડ કરવા માટે SETI Institute, Green Bank Observatory, ESA અને INAF એ મળીને એક સિટિઝન સાઇન્ટિસ્ટ કોમ્પિટિશન રાખી હતી. ધરતી પર હાજર ત્રણ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરીએ આ સંદેશને પકડ્યો. બાદમાં તેને ડિકોડ કર્યો. આ દિવસ બાદ દુનિયાભરથી પાંચ હજારથી વધારે સિટીઝન સાઇન્ટિસ્ટ આ સિગ્નલને ડિકોડ કરવામાં લાગ્યા હતાં. આ તમામ લોકો ઓનલાઈન કામ કરી રહ્યાં હતાં.
અમેરિકાના કેન અને કેલી શૌફિને આ સિગ્નલને ડિકોડ કર્યું. જેમાં સફેદ ડૉટ્સ અને લાઇન્સના પાંચ જૂથ હતાં. જેનું બેકગ્રાઉન્ડ કાળું હતું. આ કોશિકા બનવા તરફનો ઈશારો કરી રહ્યાહતાં. એટલે કે, જીવન નિર્માણની તરફ. કેન અને કેલીએ જણાવ્યું કે, અમારા ડિકોડેડ મેસેજમાં પાંચ અમીનો એસિડ્સ છે, જે બ્રહ્માંડ જીવન નિર્માણ કરે છે. આ તમામ જૈવિક મૉલીક્યૂલર ડાયગ્રામ છે. એટલે કે, લાઇફ આપનાર એમીનો એસિડ્સના ડાયગ્રામ.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
