<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ન્‍યુયોર્કમાં ગંદકી, ફૂગ અને ઉંદરોથી ભરેલા ફલેટનું ભાડું ત્રણ લાખ રૂપિયા

ન્‍યુયોર્ક,તા. ૩૧: અમેરિકાના ન્‍યુ યોર્કમાં એક અપાર્ટમેન્‍ટમાં માણસો કરતાં ઉંદર વધારે હોય એવી સ્‍થિતિ છે. ૨ બીએચકે ફલેટમાં અતિશય ફૂગ ચડેલી છે, ઠેકઠેકાણે ઉંદરની લીંડી પડેલી છે. લોકો બીમાર પડી જાય એટલી ગંદકી છે છતાં ફલેટનું મહિનાનું ભાડું ૪૦૦૦ ડોલર (૩ લાખ રૂપિયા) છે. અહીં રહેતા લોકો આને ફલેટ નહીં ઝૂંપડપટ્ટી કહે છે. લોકોએ અનેક વાર ફરિયાદ કરી છે, પણ મકાનમાલિક સફાઈ કરાવતો જ નથી. ૩૪ વર્ષના હન્‍ટર બૂને તો ત્રાસીને ભાડૂત અસોસિએશન શરૂ કર્યું છે. તેનું કહેવું છે કે ઉંદરની લીંડી અને અસહ્ય ગંદકીને કારણે તેને અને તેના કૂતરાને ચેપ લાગી ગયો અને બન્ને બીમાર પડી ગયા હતા.

(9:52 AM IST)