<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

૧૯૦ દેશ ફરનાર વ્‍યકિતના મતે કયાં જમવાનું સસ્‍તુ અને કયાં મોંઘુ ? કયું ખાણુ વિશ્‍વ ફેમસ છે ?

અફઘાનમાં સૌથી સસ્‍તુ રૂ.૯માં તો સ્‍વીસમાં રૂ.૪૨૭૭૧નું ભોજન : ઇટાલીયન - જાપાનીઝ - અમેરિકન ફુડ યુરોપમાં સૌથી વધુ લોકપ્રિય

ન્‍યુયોર્ક, તા.૩૧: એવું કહેવાય છે કે જ્‍યારે કોઈ વ્‍યક્‍તિ બહાર ફરવા જાય છે ત્‍યારે તેને નવી વસ્‍તુઓ અને જગ્‍યાઓ વિશે વધુ જાણવા મળે છે. આવા જ એક વ્‍યક્‍તિ છે લુકા ફેર્ડમેન્‍જેસ, જે અત્‍યાર સુધીમાં ૧૯૦ દેશોનો પ્રવાસ કરી ચૂકયા છે. ૨૨ વર્ષીય જર્મન ગ્‍લોબેટ્રોટરે એક ઇન્‍ટરવ્‍યુમાં શ્રેષ્ઠ અને સૌથી ખરાબ સ્‍થળો વિશે ખુલીને વાત કરી. જેમાં તેણે જણાવ્‍યું કે કયો દેશ સસ્‍તો અને કયો મોંઘો.

આ સાથે તેણે અલગ-અલગ દેશોમાં ખાદ્યપદાર્થોની કિંમતો અંગે પણ ઘણી બાબતો જણાવી છે. જેમાં તેણે જણાવ્‍યું હતું કે, કેટલાક દેશો એવા છે જ્‍યાં ખાદ્યપદાર્થોની કિંમત એટલી સસ્‍તી છે કે તેના પર વિશ્વાસ નહીં આવે અને કેટલાક દેશો એવા છે જ્‍યાં તમારે ફૂડ બિલ ભરવા માટે તમારી પ્રોપર્ટીના દસ્‍તાવેજો રાખવા પડશે. ચાલો જાણીએ કે આ વ્‍યક્‍તિનો ભારતમાં ખાવાનો અનુભવ કેવો રહ્યો.

લુકા કહે છે કે અફઘાનિસ્‍તાન સૌથી વધુ પોસાય તેવા દેશોમાંથી એક છે. જ્‍યાં તેમણે પ્રવાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, તાલિબાનોએ સત્તા સંભાળી તે પહેલા તે ત્‍યાં ગયો હતો. અહીં સ્‍ટ્રીટ ફૂડની પ્‍લેટની કિંમત માત્ર ૧૧ સેન્‍ટ (અંદાજે રૂ.૯) છે. એટલે કે માત્ર ૨૭ રૂપિયામાં ત્રણ લોકો પેટ ભરીને ભોજન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ૧૫ ઓગસ્‍ટ, ૨૦૨૧ના રોજ તાલિબાને અફઘાનિસ્‍તાન પર કબજો કરી લીધો હતો. આ રીતે અફઘાનિસ્‍તાનમાં તાલિબાન શાસનના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી ત્‍યાંની સ્‍થિતિમાં કોઈ સુધારો જોવા મળ્‍યો નથી.

લુકાએ કહ્યું કે અફઘાનિસ્‍તાન ઉપરાંત તેને ભારત, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને નેપાળમાંથી પણ ખાવાનું પોસાય તેવું લાગ્‍યું. અહીં તમે ઓછા પૈસામાં પેટ ભરીને ખાઈ શકો છો. લુકા બળવા પહેલા બાંગ્‍લાદેશ ગયો હતો. જ્‍યાં તેણે અહીં ઓછા પૈસામાં સ્‍વાદિષ્ટ ભોજન અજમાવ્‍યું. સાથે જ તેને ભારતીય ભોજન ખૂબ જ સારું લાગ્‍યું.

આ દેશોમાં વિશ્વનું સૌથી મોંઘું ભોજન ઉપલબ્‍ધ છે : લુકાએ સ્‍વિટ્‍ઝરલેન્‍ડ, આઈસલેન્‍ડ, નોર્વે, ઈઝરાયેલ અને ન્‍યુઝીલેન્‍ડને સૌથી મોંઘા ફૂડ ધરાવતા દેશોની યાદીમાં સ્‍થાન આપ્‍યું છે. તેમણે કહ્યું કે અહીં ઉપલબ્‍ધ ભોજન ખૂબ મોંઘું છે. આ દેશોની ગણતરી વેકેશનના પ્રખ્‍યાત સ્‍થળોમાં થાય છે, તેથી પ્રવાસીઓ દર વર્ષે અહીં આવે છે અને ઘણો ખર્ચ કરે છે. સ્‍વિત્‍ઝર્લેન્‍ડની વાત કરીએ તો, જો તમે રેસ્‍ટોરન્‍ટમાં ખાવા જઈ રહ્યા છો, તો એક વ્‍યક્‍તિનું બિલ લગભગ ૨૫૦૦ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

વિશ્વનો સૌથી મોંઘો ખોરાક બેલુગા સ્‍ટર્જન માછલીના ઈંડામાંથી તૈયાર કરવામાં આવે છે, જેને કેવિઅર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં, તમને આમાંથી એક કિલો CHF ૪૩૪.૬૪ એટલે કે (૪૨,૭૭૧.૦૮ ભારતીય રૂપિયા)માં મળશે. જો કે, બેલુગા સ્‍ટર્જન માછલીના ઇંડા અન્‍ય દેશોમાં અલગ-અલગ દરે વેચાય છે.

ઇટાલિયન, જાપાનીઝ અને અમેરિકન ફૂડ યુરોપમાં સૌથી પ્રખ્‍યાત છે. જેને દુનિયાભરમાં ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. આ સાથે, ચોખા અને કઠોળને અમેરિકામાં સૌથી સસ્‍તો ખોરાક માનવામાં આવે છે. જ્‍યારે ભારતમાં તમે સરળતાથી ૧૦-૨૦ રૂપિયામાં સમોસા, ભજીયા, પોહા, કચોરી મેળવી શકો છો.

(10:28 AM IST)