<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ઈરાને ઇઝરાયલને આ તારીખ પહેલા હચમચાવી મૂકવાની કરી તૈયારી

નવી દિલ્હી:  હમાસ અને હિઝબુલ્લા સાથે સીધું યુદ્ધ કરી રહેલાં ઈઝરાયલની ઈરાન સાથે પણ દુશ્મનાવટ શરૂ થઈ ચુકી છે. બંને દેશ હજુ પણ એકબીજાને હચમચાવી રહ્યા છે. પહેલી ઓક્ટોબરે ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, ત્યારથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હજુ એક ઘર્ષણની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાને ઈઝરાયલ પર નિર્ણાયક અને ખૂબ જ દર્દનાક હુમલાની તૈયારી કરી લીધી છે. ઈરાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈઝરાયલે એવા ધમાકાની તૈયારી કરી છે, જેની અસર પેઢીઓ સુધી રહેશે. આ હુમલો અમેરિકામાં આગામી 5 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં કરવામાં આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાન પોતાના વિસ્તાર પર ઈઝરાયલના હાલના હુમલાના નિર્ણાયક અને દર્દનાક જવાબ આપવા માટે તૈયારી કરી ચુક્યું છે. આ હુમલો પાંચ નવેમ્બર પહેલાં થઈ શકે છે. યહૂદી શાસનની આક્રામકતાના જવાબમાં ઈસ્લામિક દેશ ઈરાનને વળતો જવાબ આપશે. ઈઝરાયલ જાણે છે કે, ઈરાન તેના હુમલાનો વળતો જવાબ આપવા તૈયાર છે. તેથી ગત અઠવાડિયે બેન્જાનમિન નેતન્યાહૂ અને તેમની કેબિનેટની સુરક્ષાને લઈને નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં મિટિંગ માટે ફક્ત મંત્રી જ રહેશે, ન તેમના સલાહકાર કે ન અન્ય કોઈ વ્યક્તિ. આ સિવાય મિટિંગ બન્કરોમાં કરવામાં આવશે અને કોઈને પણ હથિયાર રાખવાની મંજૂરી નહીં મળે. થોડા દિવસો પહેલાં નેતન્યાહૂના ઘર પર ડ્રોન હુમલો કર્યા બાદ ઈઝરાયલના ટોચના અધિકારીઓની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, ઈઝરાયલે તેહરાનને ચેતવણી આપી છે કે, તેમના વિસ્તાર પર પણ હુમલાનો જવાબ તેના કરતાં ઘણાં વિનાશકારી રીતે આપવામાં આવશે.

 

(5:32 PM IST)