<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે બનાવ્યો આ નવો નિયમ

નવી દિલ્હી: તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે ફરી એક વાર ખૂબ કડક કાયદો બનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી મહિલાઓ પર ઊંચા અવાજે વાત કરવા પર પ્રતિબંધ હતો. હવે તેમના પર ઊંચા અવાજે નમાઝ અને કુર્આન પઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અફઘાનિસ્તાનના એક મંત્રીએ કહ્યું કે, 'અફઘાન મહિલાઓને અન્ય મહિલાઓ સામે ઊંચા અવાજે નમાઝ કે કુર્આન પઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.' અફઘાનિસ્તાનના ધર્મ મંત્રી ખાલેદ હનાફીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 'કોઈ મહિલા માટે અન્ય પુખ્ત વયની મહિલાઓની સામે કુરાનની આયતોનો પાઠ કરવો પ્રતિબંધિત છે. તેમને તકબીર (અલ્લાહુ અકબર) બોલવાની પણ મંજૂરી નથી. મહિલાઓને અઝાન આપવાની પણ મંજૂરી નથી.' અફઘાનિસ્તાનના ધર્મ મંત્રી ખાલેદ હનાફીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 'કોઈ મહિલા માટે અન્ય પુખ્ત વયની મહિલાઓની સામે કુરાનની આયતોનો પાઠ કરવો પ્રતિબંધિત છે. તેમને તકબીર (અલ્લાહુ અકબર) બોલવાની પણ મંજૂરી નથી. મહિલાઓને અઝાન આપવાની પણ મંજૂરી નથી.'

 

(5:33 PM IST)