News of Monday, 4th November 2024
ડાયનાસોરના સૌથી મોટા કંકાલને વેચવાની થઇ રહી છે તૈયારી:પેરિસમાં થશે હરાજી

નવી દિલ્હી: ફ્રેન્ચ ઑક્શન હાઉસ કોલિન ડુ બોકાજ અને બાર્બરોસાએ જાહેરાત કરી છે કે ઑકશન માટે અપાયેલ ડાયનાસોરનું હાડપિંજર અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સંપૂર્ણ હાડપિંજર છે. જુલાઈમાં પ્રિ-રજિસ્ટ્રેશન બીડ શરુ થયા બાદ તેની કિંમત 11થી 22 મિલિયન અમેરિકન ડૉલર (આશરે રૂ. 92-185 કરોડ) મનાઈ રહી છે.
એપાટોસોરસ નામે ઓળખાતું આ ડાયનાસોર હાડપિંજર વર્ષ 2018માં યુએસએના વ્યોમિંગમાંથી મળી આવ્યું હતું. તેની લંબાઈ 20.50 મીટર છે. તેના લગભગ 80 ટકા હાડકા એક જ ડાયનાસોરના છે. જે તેને અત્યાર સુધીનું સૌથી સંપૂર્ણ ડાયનાસોર હાડપિંજર બનાવે છે. આ હાડપિંજરને 'વલ્કેન' નામ આપવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, કોલિન ડુ બોકેજના ઑક્શન કરનાર ઓલિવિયર કોલિન ડુ બોકેજે કહ્યું છે કે, આ અત્યાર સુધી સૌથી જૂની શોધ છે. વલ્કેન અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સંપૂર્ણ ડાયનાસોર હાડપિંજર છે. અગાઉ 1997માં T-Rex 'Sue' 8.4 મિલિયન અમેરિકન ડૉલરમાં વેચવામાં આવ્યું હતું.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
