News of Thursday, 7th November 2024
ટોક્યોની એક કંપનીમાં કાટમાળમાંથી રોબોટે પ્રથમવાર રેડિયો એક્ટિવ ટુકડો શોધી કાઢ્યો

નવી દિલ્હી: ૨૦૧૧માં આવેલા સુનામી પછી જાપાનમાં ફુકુશિમા દાઇચી ન્યૂકલિયર પ્લાન્ટ પર ભયંકર અકતસ્માત થયો હતો. આ ઘટનાના ૧૩ વર્ષ પછી રોબોટની મદદથી પ્લાન્ટની અંદરના રેડિયો એકટિવના કાળમાળના નાના ટુકડાને બહાર કાઢવામાં સફળતા મળી છે. આ કાર્ય ન્યૂકલિયર પ્લાન્ટની જટિલ સફાઇનો જ એક ભાગ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ટોકયોની એક ઇલેકટ્રિક કંપની ફુકુશિમા પ્લાન્ટની સફાઇની જવાબદારી સંભાળી રહી છે. કંપનીએ ફિશિંગ રોડ નામના રોબોટની મદદ લઇને રેડિયો એકટિવ શોધવાનો નિર્ણય લીધો હતો. રેડિયો એકિટવનો મળી આવેલો ટુકડો અંદાજે ૫ મિલીમીટરનો છે. આ ટુકડો ન્યૂકલિયર રિએકટર નંબર ૨ના કાટમાળના ઢગલામાંથી શોધાયો હતો. અત્યાર સુધી રેડિયો એકિટવનો ટુકડો રિએકટરની અંદર બંધ પડયો હતો. ૨૦૧૧માં ભૂકંપ અને સુનામીના લીધે ફુકુશિમાના ત્રણ રિએકટરોમાં રેડિએશન ફેલાયું હતું. ત્યાર પછી જાપાનની સરકારે રિએકટરની સફાઇ અને ડી-કમીશનિંગ માટે અનેક રોબોટિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે રેડિએશનના ખતરનાક પ્રમાણને જોતા આ કામ હંમેશા પડકારજનક રહયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એક ખાસ પ્રકારના રોબોટ ટેલિસ્કોની મદદથી સફાઇકામ ચાલતું હતું. આમ તો ઓગસ્ટમાં જ મિશન પૂર્ણ થવાનું હતું પરંતુ કેટલીક ગંભીર પ્રકારની ટેકનિકલ ખામીઓ ઉભી થતા વિલંબમાં મુકાયું હતું. ખાસ કરીને રોબોટના કેમેરામાં વારંવાર ટેકનિકલ ખરાબી આવતી હતી. મળી આવેલા નમૂનાની મદદથી રેડિએશનનું સ્તર અને રિએકટરની અંદરની પરિસ્થિતિ અંગે મહત્વની જાણકારી મળી શકે છે. આ નાનો ટુકડો અણુ સંશોધન અને રેડિયો એકટિવને સમજવા માટે ખૂબ મદદ કરશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
