<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ઓએમજી.....ચાર્જિંગ દરમ્યાન આઈફોન ફાટતા મહિલા થઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: આઇફોન 14 પ્રો મેક્સને લઈને હાલમાં એક ઘટના ઘટી છે જેમાં મહિલાને ઇજા થઈ છે. આ महिलાનો આઇફોન ચાર્જિંગમાં હતો ત્યારે એ ફાટ્યો હતો અને તેને ઇજા થઈ હતી. આ ઘટના ચીનના શાંક્ષીની છે. આ આઇફોન એટલો જોરથી ફાટ્યો હતો કે તેના ઘરની દિવાલ અને બેડ પણ કાળા પડી ગયા હતા. તે જ્યારે ઊંઘમાં હતી ત્યારે ઘડાકો થયો હતો અને તે જેમ જ મોબાઇલ ચેક કરવા ગઈ કે તે હાથમાં દાઝી ગઈ હતી. ત્યાર બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે બેટરી ફેઇલ થઈ હોવાથી આઇફોન ફાટ્યો હતો. એપલ દ્વારા એ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો કે ભલે યુઝરની વોરંટી પૂરી થઈ ગઈ હોય, પરંતુ તે હજી પણ એપલ પાસેથી મદદ માગી શકે છે. આ સાથે જ એપલે આ યુઝર પાસે આઇફોનને એનાલિસિસ કરવા માટે માગ્યો છે. જો તેમાં શું ભૂલ હતી એ જાણી શકાય તો ભવિષ્યમાં આગામી પ્રોડક્ટ્સમાં એ ન થાય તેનું ધ્યાન રાખી શકાય. આ આઇફોન 2022માં ખરીદવામાં આવ્યો હતો જેથી તેની વોરંટી પૂરી થઈ ગઈ હતી. આ ઘટના ભલે ચીનમાં થઈ હોય, પરંતુ દુનિયાભરની ઘણી જગ્યાએ આઇફોન બ્લાસ્ટ થવાના સમાચાર આવી રહ્યાં છે. આ બ્લાસ્ટ થવા પાછળનું મુખ્ય કારણ આઇફોનને આખી રાત ચાર્જમાં મૂકવામાં આવવું છે. મોટાભાગના આઇફોન આખી રાત ચાર્જમાં મૂકવા લીધા હોવાથી ફાટ્યા હતા, અથવા તો એડેપ્ટર ગરમ થઈ જવાને કારણે આ થાય છે.

 

(5:23 PM IST)