News of Saturday, 9th November 2024
તા. ૧૬ થી ૧૮ આકાશમાં લીઓનીડસ ઉલ્કાવર્ષા
મધ્યરાત્રી બાદ પરોઢ સુધી નિહાળી શકાશે : ખગોળપ્રેમીઓએ આનંદ લુંટવા વિજ્ઞાન જાથાનું આહવાન

રાજકોટ તા. ૯ : ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા તેમજ ૧ અને ર નવેમ્બરે ટોરીડસ ઉલ્કાવર્ષા નિહાળ્યા બાદ હવે લીઓનીડસ ઉલ્કાવર્ષા નિહાળવાનો સમય નજીક આવી ગયો છે. તા. ૧૬ થી ૧૮ નવેમ્બર સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કા ભરપુર માત્રામાં વરસતી જોવા મળશે. આમ તો જો કે ૩૦ નવેમ્બર સુધી ઉલ્કાવર્ષા થશે. મધ્યરાત્રીથી પરોઢ સુધીનો સમય ઉલ્કા નિહાળવા માટે શ્રેષ્ઠ રહેશે. દુનિયાભરમાં આ ઉલ્કાવર્ષા જોવા મળશે. ખગોળપ્રેમીઓએ આનંદ લુંટવા વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
