હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ ટાપુ પર 20 લાખ સાપે પક્ષીઓને કરી નાખ્યા છે ખતમ

નવી દિલ્હી: ગુઆમ એક એવો ટાપુ છે જ્યાં પડોશના બીજા ટાપુઓની સરખામણીમાં 40 ગણા વધારે કરોળિયા છે. અહીં ખતરનાક સાપની એટલી મોટી સંખ્યા છે કે તેણે આ જંગલમાં કોઈ પણ પક્ષીને રહેવા દીધા નથી.
પાંચ વર્ષ અગાઉ હલ્ડ્રે રોજર્સે ફિલિપાઈન્સથી લગભગ 2492 કિલોમીટર (1548 માઈલ) દૂર પશ્ચિમી પૅસિફિક સમુદ્રમાં એક હરિયાળા ટપકા જેવા ગુઆમ ટાપુ પર એક સ્નેહમિલન સમારોહમાં ભાગ લીધો હતો. મોડી સાંજ થઈ ગઈ હતી અને બહાર ડુક્કરનું માંસ શેકાતું હતું. આગ ધીમે ધીમે બુઝાઈ રહી હતી, છતાં હજુ પણ ગરમી હતી. બધા લોકો થોડો સમય વાતચીત કરવા માટે જતા રહ્યા. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે ડુક્કરની ચારે બાજુ એક ભૂરા રંગની આકૃતિ લપેટાયેલી હતી. કંઈક ચમકદાર અને પોપડીદાર, ઊભા કાપાવાળી આંખો અને એક પહોળું, સ્મિત રેલાવતું મોઢું. આ એક એવો જીવ હતો જે ડુક્કરના માંસના ટુકડા કાપતું જતું હતું અને આખેઆખે ટુકડા ગળી રહ્યું હતું. પોતાના ફિક્કા, ફેલાયેલા શરીરમાં તે માંસ ઓહિયા કરી રહ્યું હતું. અમેરિકાના વર્જિનિયા ટેક ખાતે મત્સ્ય અને વન્યજીવ સંરક્ષણ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર રોજર્સ કહે છે, "તે 400 પાઉન્ડ (181 કિલોગ્રામ) વજનનું ડુક્કર ન હતું, પરંતુ એક મોટી પાર્ટી માટેનું ડુક્કર હતું." પ્રોફેસર રોજર્સ છેલ્લાં 22 વર્ષથી ગુઆમની પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. ત્યાં અચાનક આવી પહોંચેલો જીવ એક ભૂખરા રંગનો સાપ હતો. આ એક વિદેશથી આવેલો આક્રમણકારી જીવ છે જેના વિશે એવું માનવામાં આવે છે કે 1940ના દાયકામાં તે અજાણતા ગુઆમ પહોંચી ગયો હતો. કદાચ કોઈ માલવાહક જહાજ દ્વારા આ વિદેશી સાપ અહીં આવ્યા હશે. આ ટાપુ પર ચુના પથ્થરોનાં જંગલ આવેલાં છે જ્યાં એક સમયે મોટી સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરતાં હતાં. પરંતુ આ ટાપુ પર સાપ આવ્યા પછી માત્ર ચાર દાયકાની અંદર આ ભયંકર શિકારીઓએ જંગલમાંથી પક્ષીઓ ખતમ કરવાનું શરૂ કર્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
