તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
યુક્રેને રશિયાના મોસ્કો પર 34 ડ્રોનથી હુમલો કરતા અનેક ફ્લાઇટ રદ કરવાની નોબત આવી

નવી દિલ્હી: યુક્રેને રવિવારે મોસ્કો પર ૩૪ ડ્રોનની સાથે હુમલો કર્યો હતો. યુદ્ધ શરૂ થયા પછી યુક્રેને મોસ્કો પર કરેલો સૌથી મોટો ડ્રોન હુમલો છે. હુમલાને કારણે શહેરના ત્રણ મુખ્ય એરપોર્ટની ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. યુક્રેનના ડ્રોન હુમલામાં એક મહિલાને ઇજા થઇ છે. બ્રિટનના ટોચના સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ફેબુ્રઆરી, ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રશિયન દળોને ઓક્ટોબરમાં સૌથી વધારે નુકસાન થયું છે. યુકે ડિફેન્સ સ્ટાફના વડા ટોની રાડાકીનના જણાવ્યા અનુસાર રશિયન દળોમાં ે દૈનિક ધોરણે સરેરાશ ૧૫૦૦નાં જવાનો મૃત્યુ પામતા હતા કે ઇજાગ્રસ્ત થતાં હતાં. યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના સાત લાખ જવાનોનાં મોત થયા છે. મોસ્કોના મેયર સર્ગે સોબ્યાનીને જણાવ્યા અનુસાર રશિયાની રાજધાની પર ૩૪ ડ્રોન છોડવામાં આવ્યા હતાં. રશિયન એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર રશિયાના પ્રમુખ એરપોર્ટ પર ફલાઇટો રદ કરવામાં આવી હતી. સ્થાનિક ગવર્નર એન્ડ્રુ વોરોબ્યોવના રિપોર્ટ અનુસાર મોસ્કોના દક્ષિણ પૂર્વમાં આવેલા ગામમાં ડ્રોનને કારણે એક મહિલાનો ચહેરો, ગરદન અને હાથ બળી ગયા હતાં. જો કે મોસ્કોમાં કોઇને ઇજા થઇ નથી. જો કે કેટલીક મીડિયા ચેનલોએ દાવો કર્યો છે કે યુક્રેનના ડ્રોન હુમલાને કારણે કેટલાક મકાનોમાં આગ લાગવાને કારણે નુકસાન થયું છે. બીજી તરફ મીડિયાના એક અહેવાલ અનુસાર રશિયાના દળો કુરાખોવથી ફક્ત બે માઇલ દૂર છે. રશિયાના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખી આ શહેરના ૭૦૦ થી ૧૦૦૦ સ્થાનિક રહીશો એપાર્ટમેન્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રહેવા માટે મજબૂર છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
