<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પાકિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરવા ચીન માંગતું હોવાના સમાચાર

નવી દિલ્હી:  પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીનના લોકો પર સતત હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન ચર્ચા છે કે ચીન હવે પાકિસ્તાનમાં પોતાની સિક્યોરિટી ફોર્સને તહેનાત કરવા ઈચ્છે છે અને તેની મંજૂરી આપવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યાં છે. ગયા મહિને કરાચી એરપોર્ટ પર એક બોમ્બ બ્લાસ્ટમાં બે ચીની એન્જિનિયરોના મૃત્યુ થયા હતા. બંને એન્જિનિયર થાઈલેન્ડથી રજા ગાળ્યા બાદ કામ પર પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન હવે પાકિસ્તાનમાં કામ કરી રહેલા એન્જિનિયરોની સુરક્ષા માટે સિક્યોરિટી ફોર્સ તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સ પર ચીનના એન્જિનિયર કામ કરી રહ્યાં છે. જેમાં સૌથી મહત્વનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) છે. સીપીઈસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ' નો ભાગ છે. આ વર્ષે સીપીઈસી પર કામ કરી રહેલા ઘણા ચીનના એન્જિનિયરો પર હુમલા થયા છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે ચીન પોતાની સિક્યોરિટી ફોર્સને અહીં તહેનાત કરવા ઈચ્છે છે. આ માટે ચીને પાકિસ્તાનને લેખિતમાં પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાન અત્યાર સુધી આની પર સહમત થયું નથી. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ પણ ચીનના આ પ્રસ્તાવ વિરુદ્ધ છે.પાકિસ્તાનમાં લગભગ 30 હજાર ચીની નાગરિક કામ કરે છે. તેમાંથી સૌથી વધુ લોકો CPEC પર કામ કરી રહ્યાં છે. ત્રણ હજાર કિલોમીટર લાંબો આ કોરિડોર ચીનના કાશગરથી શરૂ થાય છે અને પાકિસ્તાનના ગ્વાદર પર ખતમ થાય છે. ગ્વાદર બલૂચિસ્તાનમાં છે. બલૂચોનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન તેમના સંસાધનો પર કબ્જો કરી રહ્યું છે. આ કારણ છે કે બલૂચ લિબરેશન આર્મી (BLA) આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લોકો અને એન્જિનિયરોને ટાર્ગેટ કરી રહી છે. ચીની વર્કર્સ પર હુમલો કરવાનો BLA નો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. 2018માં કરાચીમાં ચીની કોન્સ્યુલેટની બહાર બોમ્બ બ્લાસ્ટ, 2019માં ગ્વાદર પર્લ કોન્ટિનેન્ટલ હોટલ, 2020માં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ અને 2022માં કરાચી યુનિવર્સિટીમાં હુમલા થઈ ચૂક્યા છે. ઓગસ્ટ 2021માં ગ્વાદરમાં ચીની વર્કર્સના એક કાફલા પર હુમલો થઈ ગયો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ પહેલા જુલાઈમાં ખૈબર પખ્તૂનખ્વાહમાં ચીની વર્કર્સને લઈ જઈ રહેલી બસ પર હુમલો થયો હતો, જેમાં 9 લોકોના મોત થઈ ગયા હતા.

 

(6:11 PM IST)