<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

બાપ રે! આટલી મોંઘી નેલ પોલિશ : ૧ શીશીના ભાવમાં આવી જશે ૩-૩ મર્સિડીઝ

અત્‍યાર સુધીમાં બ્‍લેક ડાયમંડ નેલ પોલિશને માત્ર ૨૫ લોકોએ જ ખરીદી છે

લંડન, તા.૧૬: તમે તમારા નખને સુંદર બનાવવા માટે કેટલા રૂપિયાની નેલ પોલિશનો ઉપયોગ કરો છો? તમારો જવાબ હશે ૧૦૦ રૂપિયા અથવા વધારેમાં વધારે ૫૦૦ રૂપિયાની. કારણ કે મોટાભાગની મહિલા નેલ પોલિશ માટે આનાથી વધારે રૂપિયા ખર્ચ કરતી નથી. પરંતુ આજે અમે એક એવી નેલ પોલિશ વિશે જણાવીશું, જેની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

આ નેલ પોલિશની એક બોટલની કિંમતમાં ૧ નહીં ૩-૩ મર્સિડીઝ કાર આવી શકે છે. આ નેલ પોલિશ એટલી મોંઘી છે કે તેને ખરીદતા પહેલા આલિશાન અને લક્‍ઝરી લાઈફ જીવતા ધનિક લોકો પણ ઘણું વિચારશે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આ નેલ પોલિશનું નામ અજેચર બ્‍લેક ડાયમંડ છે, તેની કિંમત લગભગ ૨,૫૦,૦૦૦ ડોલર, એટલે કે ૨,૧૦,૧૫,૮૯૧ રૂપિયા છે. આ કાળા કલરની નેલ પોલિશને લોસ એન્‍જલિસના ડિઝાઈનર અજેચર પોગોસિએન બનાવી છે. આને ડિઝાઈન કરનાર ડિઝાઈનરે આને બનાવવા માટે ૨૬૭ કેરેટ બ્‍લેક ડાયમંડનો ઉપયોગ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, ૨.૧૦ કરોડની આ નેલ પોલિશની શીશી માત્ર ૧૪.૭ મિલીલીટરની છે. આ ૧૪.૭ મિલીલીટરની એક બોટલની કિંમતમાં ૩ મર્સિડીઝ બેન્‍ઝ GLA SUV કાર આવી જશે, કાર ખરીદ્યા બાદ પણ તમારી પાસે થોડા પૈસા બચ્‍યા રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, અત્‍યાર સુધીમાં બ્‍લેક ડાયમંડ નેલ પોલિશને માત્ર ૨૫ લોકોએ જ ખરીદી છે.

(9:51 AM IST)