News of Saturday, 16th November 2024
તો આ કારણોસર ભારતીય વિદ્યાર્થીઓને થઇ રહ્યો છે યુકેથી મોહભંગ

નવી દિલ્હી: આઝાદીના 77 વર્ષ પછી પણ દેશની શિક્ષણ વ્યવસ્થા વસ્તીની જરૂરિયાત પ્રમાણે હજુ પણ અપૂરતી છે. આંકડા મુજબ દેશમાં લગભગ 4.5 કરોડ વિદ્યાર્થીઓ છે, પરંતુ તેમાંથી માત્ર 29% જ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે કહ્યું, "ભારતના 50% વિદ્યાર્થીઓની એડમિશન કરાવવા માટે યુનિવર્સિટીઓની સંખ્યા 1200 થી બમણી કરીને 2500 જેટલી કરવાની તાતી જરૂર છે. છેલ્લા 10 વર્ષમાં દર મહિને એક યુનિવર્સિટી અને બે કોલેજો ખોલવામાં આવે છે. છતાં યોગ્ય વયજૂથના માત્ર 29% વિદ્યાર્થીઓ જ સ્નાતકમાં એડમિશન લેતા હોય છે. તમામ પડકારો હોવા છતાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સૌથી ખરાબ સ્થિતિમાં કોલેજોમાં હોવા જોઈએ." રિપોર્ટ પ્રમાણે લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. મર્યાદિત નોકરીની સંભાવનાઓ, સુરક્ષાની ચિંતાઓ અને આશ્રિતો પરના નિયંત્રણોને કારણે યુકેની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધણી 20.4% ઘટી છે. રિપોર્ટ પ્રમાણે લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. મર્યાદિત નોકરીની સંભાવનાઓ, સુરક્ષાની ચિંતાઓ અને આશ્રિતો પરના નિયંત્રણોને કારણે યુકેની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધણી 20.4% ઘટી છે. આ ઘટાડો નાઇજિરિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે, યુકેની યુનિવર્સિટીઓ માટે નાણાકીય જોખમ પણ વધી રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ખૂબ નિર્ભર છે. ઈંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્થિરતા લાવવા માટે એક નવા રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું બંધ કરી રહ્યા છે, જેના કારણે ત્યાં નાણાકીય સમસ્યાઓ વધી છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
