<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ઇઝરાયલે કરેલ એરસ્ટ્રાઈકમાં 12 સ્વાસ્થ્યકર્મિઓના જીવ લેવાયા હોવાના સમાચાર

નવી દિલ્હી:ઈઝરાયલ અને લેબેનોનમાં હેલ્થ ઈમરજન્સી સર્વિસના કેન્દ્ર પર હવાઈ હુમલામાં 12 સ્વાસ્થ્યકર્મીઓની મોત થઈ ચુકી છે. હુમલાના સમયે 20 સ્વાસ્થ્યકર્મી અહીં હાજર હતાં. ઈઝરાયલ સેના તરફથી હજુ સુધી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કાર્યવાહી જણાવી અને કહ્યું કે, લેબેનોનના સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી. આ પહેલાં, ઈઝરાયલે સીરિયામાં દમિશ્ક (Damascus) અને કુદસાયા (Qudsaya ) પર હવાઈ હુમલા કર્યાં, જેમાં 15 લોકોના મોત થઈ ગયાં અને અન્ય ઘાયલ થઈ ગયાં. દમિશ્કના માજેહમાં મિસાઇલ હુમલામાં પાંચ માળની ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, તેણે ઇસ્લામિક જેહાદ આતંકવાદી સમૂહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમાન્ડ સેન્ટર્સને નિશાનો બનાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કાર્યવાહી જણાવી કહ્યું કે, લેબેનોનના સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી. આ હવાઈ હુમલા ઈરાનના દિગ્ગજ નેતા અલી ખામેનેઈના સલાહકાર અલી લારીઝાનીની સીરિયાની રાજધાનીમાં ઈરાની દૂતાવાસમાં પેલેસ્ટાઇનના જૂથના પ્રતિનિધિઓ સાથે બેઠકના થોડા સમય પહેલાં જ થયો હતો.

 

(5:30 PM IST)