<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

૧ પ્‍લેટ બરાબર છે ૧ મિલ્‍યન ભૂખે ટળવળતા લોકો

હ્યુમન રાઇટ અક્‍ટિવિસ્‍ટ ગ્રુપે દરિયાકિનારાની રેતી પર ૭૩૩ રેડ ક્રોસ દોરેલી ડિશ ગોઠવી

લંડન, તા.૧૮: યુનાઇટેડ નેશન્‍સના આંકડા કહે છે કે વિશ્વમાં ૭૩૩ મિલ્‍યન એટલે કે લગભગ ૭૩.૩૦ કરોડ લોકો ભૂખથી ટળવળે છે. સોમવારથી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં શરૂ થઈ રહેલી ઞ્‍૨૦ સમિટમાં વિશ્વભરના નેતાઓ મળવાના છે. આ પ્રસંગે ગઈ કાલે કોપાકબાના બીચ પર એક હ્યુમન રાઇટ ઍક્‍ટિવિસ્‍ટ ગ્રુપે દરિયાકિનારાની રેતી પર ૭૩૩ રેડ ક્રૉસ દોરેલી ડિશ ગોઠવીને વૈશ્વિક નેતાઓનું ભૂખ્‍યા લોકો તરફ ધ્‍યાન ખેંચવાનો પ્રયત્‍ન કર્યો છે.

(9:48 AM IST)