<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

છૂટાછેડા બાદ પ્રોપર્ટી લઈને જતી રહી પત્‍નિઃ પતિના માથે ખૂન સવાર થતાં ૮ લોકોને પતાવી દીધા

વૂશી (ચીન), તા.૧૮: ચીનના વૂશી પ્રાંતમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૨૧ વર્ષના એક છાત્રએ ચાકુથી કેટલાય લોકો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ૮ લોકોના મોત થઈ ગયા છે, જ્‍યારે ૧૭ લોકો ઘાયલ થઈ ગયા છે.

યીશિંગ પોલીસના જણાવ્‍યા અનુસાર, આ હુમલો જિયાંગ્‍સુ પ્રાંતના વૂશી વોકેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ આર્ટ્‍સ એન્‍ડ ટેકનોલોજીમાં શનિવાર સાંજે થયો હતો. પોલીસે આ હુમલામાં કેટલાય લોકો મર્યા હોવાની પુષ્ટિ કરી છે.

શરૂઆતી તપાસમાં જાણવા મળ્‍યું છે કે, ફૈન સરનેમના સંદિગ્‍ધે તલાક બાદ સંપત્તિના ભાગલાથી નારાજ થઈને આ કાંડ કર્યો હોવાનું સામે આવ્‍યું છે.

આ અગાઉ આ અઠવાડીયીની શરુઆતમાં જ આવી એક ઘટના સામે આવી હતી. દક્ષિણી ચીનના જુહાઈમાં મંગળવારે એક સ્‍પોર્ટ્‍સ સેન્‍ટર બહાર કસરત કરી રહેલા લોકો પર એક કારે લોકોને કચડી નાખ્‍યા હતા. આ ઘટનામાં ૩૫ લોકોના મોત થઈ ગયા હતા અને ૪૩ અન્‍ય લોકો ઘાયલ થઈ ગયા હતા.

પોલીસે આ ઘટનામાં સામેલ ૬૨ વર્ષના સંદિગ્‍ધની ઓળખાણ કરી લીધી છે. જેની સરનેમ પણ ફૈન છે. તેણે સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં જામ થયેલી ભીડ પર એક એસયૂવી ગાડી ઘુસાડી દીધી હતી. ફૈનની પોલીસે ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ કહ્યું કે, તેને શરુઆતમાં ઘટનાસ્‍થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવ્‍યો હતો, પણ ખુદને ચાકૂ મારવાના કારણે તે કોમામાં હતો, જેનાથી તેની સાથે પૂછપરછ થઈ શકી નહોતી.

(10:07 AM IST)