<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સાઉદીમાં 100થી વધુ વિદેશીને ફાંસીની સજા આપવામાં આવી હોવાના સમાચાર

નવી દિલ્હી:  સાઉદી અરેબિયામાં આ વર્ષે 100થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. એક સમાચાર એજન્સીએ માનવાધિકાર સંગઠનનો હવાલો આપતા આ માહિતી આપી છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં લગભગ ત્રણ ગણો વધારે છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર નઝરાનમાં એક યમનના નાગરિકને ડ્રગ્સની તસ્કરીના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે ફાંસીની સજા પામેલા વિદેશીઓની કુલ સંખ્યા 101 થઈ ગઈ છે. વર્ષ 2022 અને 2023માં 34 વિદેશી નાગરિકોને સાઉદી અરેબિયાએ ફાંસીની સજા આપી છે. ESOHRના કાયદાકીય નિર્દેશક તાહા અલ-હાજીએ જણાવ્યું કે, સાઉદી અરેબિયાએ એક વર્ષમાં આટલા વિદેશીઓને ફાંસી આપી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

(5:51 PM IST)