<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

કોંગોમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના હુમલામાં 13ના મૃત્યુ

નવી દિલ્હી: એલાઇડ ડેમોક્રેટિક ફોર્સીઝ (એડીએફ)નાં નામે ઇસ્લામિક સ્ટેટ (ખિલાફત)ના આતંકીઓ સાથે ગઠબંધન ધરાવતાં સંગઠને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ઝેર્ટ)ના પૂર્વ ઉત્તરના કીવુ પ્રાંતના માબિસિયો ગામ પર હુમલો કરી ૧૩ને મોતને ઘાટ ઉતાર્યો છે અને અનેકને અપહૃત કર્યો છે અપહૃતોમાં પરિણામોની સંખ્યા સૌથી વધુ છે તેમ એરિયા એડમિનિસ્ટ્રેટર કર્નલ એબેઇન કીલેલાએ સ્ટેટ ટેલીવિઝન ઉપર જણાવ્યું હતું.

શુક્રવારે થયેલા આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં પણ મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ હતી. હુમલાખોરોએ શુક્રવારે સાંજે હુમલો કર્યો હતો. ઘરો લૂંટી લીધાં અને પછી તેણે આગ ચાંપી હતી.

આતંકી જૂથો યુગાન્ડામાં પર્વતીય અને વનાચ્છાદિન વિસ્તારોમાં રહે છે. ત્યાંથી કોંગોમાં હુમલા કરે છે.

કીવુ પ્રાંતની બાજુમાં ગોમા પ્રાંતમાં પણ હવે તેમની આતંકી પ્રવૃત્તિઓ વિસ્તરી છે. આ બંને પ્રાંતો કોંગોની પૂર્વસીમા પર છે.

આ કીવુ પ્રાંત અને ગોમા પ્રાંત ખ્રિસ્તીઓની બહુમતી ધરાવે છે. વાસ્તવમાં કોંગોંમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. બ્લ્યુનાઇલથી દક્ષિણના સુદાનના વિસ્તારથી શરૂ કરી દક્ષિણના વિસ્તારોમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. તેમની સાથે ઇસ્લામીક કટ્ટરપંથીઓની સતત લડાઈ ચાલે છે.

સંયુક્ત રાષ્ટ્રોએ પણ ત્યાં એડીએફ દ્વારા વારંવાર કરાતા હુમલાની ટીકા કરી છે અને મહિલાઓ તથા બાળકોનાં કરાતાં અપહરણની નિંદા કરી છે.

(5:51 PM IST)