<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ફિલિપાઇન્સમાં એકજ મહિનામાં છઠ્ઠી વખત વાવાઝોડું ત્રાટક્યું હોવાની માહિતી

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરનો દ્વીપ દેશ ફિલિપાઇન્સ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરતો આવી રહ્યો છે. જાણે કુદરત ફિલિપાઇન્સ પર નારાજ છે. છેલ્લા એક મહિનામાં, દેશમાં છ વખત ખતરનાક તોફાનો આવ્યા છે. એક વાવાઝોડુંના નૂક્સાનમાંથી બહાર આવે કે ફરી બીજા વાવાઝોડુંનો સામનો કરવો પડે છે. આમ, ફિલિપાઇન્સ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. શનિવારે ફિલિપાઇન્સમાં ફરી એક વાવાઝોડું આવ્યું, જેને ટાઈફૂન મૈન-યી નામ આપવામાં આવ્યું છે. ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં આ વાવાઝોડું 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું હતું. આ વાવાઝોડુંને કારણે પાંચ લાખથી વધુ લોકોને અસર પહોંચી છે. આ વિસ્તારમાં વિજળી નથી અને બધે વિનાશ જોવા મળી રહ્યો છે. અંધારું છવાયેલું છે અને લોકો કમ્યુનિટી સેન્ટરોમાં રહેવા માટે મજબૂર થયા છે. કૈટન ડુઆન શહેરના ગવર્નરે લોકોને પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. ટાઈફૂન મૈન-યીથી શનિવારે ભારે નૂક્સાન થયું છે. તે બાદ તરત જ પાંચ લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા પાંચ લાખ કરતાં વધારે હોઈ શકે છે. આ વાવાઝોડુંને પાંચમાં લેવલમાં ગણવામાં આવ્યું છે, જે ખૂબ જ વિનાશકારી હોય છે. 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપના વાવાઝોડુંોને આ શ્રેણીમાં રાખવામાં આવે છે.

(5:51 PM IST)