News of Tuesday, 19th November 2024
રશિયાએ પરમાણુ હુમલાના નિયમો બદલતા આખી દુનિયા ટેંશનમાં

નવી દિલ્હી: બાઈડનના નિર્ણયથી ભડકેલા રશિયાએ પરમાણુ હુમલાના નિયમો બદલી નાખ્યા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જો કોઈ દેશ જેની પાસે પરમાણુ શક્તિ નથી, તે દેશ અન્ય કોઈ ન્યુક્લિયર પાવર ધરાવતા દેશના સપોર્ટથી હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું એલાન સમજવમાં આવશે. જો રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ થયો તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે.
પુતિને આ ફેરફાર પોતાના દેશના ન્યુક્લિયર ડોક્ટ્રીનમાં કર્યો છે. જેથી યુક્રેનને સમર્થન કરતા દેશો તેના પર હુમલો ન કરી શકે. અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ તાજેતરમાં યુક્રેનને લોન્ગ રેન્જ મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ પુતિને આ પગલું ભર્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ જો બાઈડેને યુક્રેનને રશિયા વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકા દ્વારા સપ્લાઈ કરવામાં આવેલી લોન્ગ રેન્જ મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. પરંતુ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની એક ચાલથી આખા વિશ્વને બતાવી દીધું છે કે તેઓ આ રમતના કોઈ કાચા ખેલાડી નથી.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
