News of Wednesday, 20th November 2024
પ્રેમીકાને મળવા દર અઠવાડિયે ૮૬૫૨ કીલોમીટરની મુસાફરીઃ દર મહિને પ્રેમી કરે છે. ૩ લાખનો ખર્ચ

કેનબેરાઃ પ્રેમમાં સાત સમુંદર પાર કરવાની વાર્તાઓ તો ઘણીવાર સાંભળી હશે પણ કયારેય એવી વાત સાંભળી છે. જેમાં પ્રેમી દર અઠવાડીયે ૮૬૫૨ કીલોમીટર પોતાની પ્રેમિકાને મળવા જતો હોય. આ વાત ઓસ્ટ્રેલીયામાં અજયાસ રતા ચીની વિદ્યાર્થી જૂનુઆંગલીની છે જે માત્ર પોતાની પ્રેમિકાને મળવા માટે દર અઠવાડિયે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી ચીનના શેડીંગ પ્રાંતમાં પોતાના ઘેર જતો હતો.
પ્રેમી અને પ્રેમિકા બંને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા હતા પણ ઓગસ્ટમાં અભ્યાસ પુરો કર્યા પછી જૂની પ્રેમિકા ચીન પાછી જતી રહી જૂનો અભ્યાસ ઓકટોબરમાં પુરો થવાનો હતો. એક ચીની અખબાર સાથે વાત કરતા જૂ એ કહયું, આ મારૂ આખરી સેમેસ્ટર હતું અને ગ્રેજયુએશનની જરૂરિયાત પુરી કરવા માટે મારે અઠવાડીયામાં એક દિવસ કલાસમાં જવું જરૂરી હતું. એટલે તેણે પ્રેમ અને અભ્યાસ વચ્ચે સંતુલન બનાવવા દર અઠવાડીયે ચીન જવાનો નિર્ણય કર્યો.જોકે જૂ હવે ચીન પરત આવી ગયો છે.
જૂ અને સોશ્યલ મીડીયા પર આ વાત શેર કરી છે, જેના લોકો બહુ વખાણ કરી રહ્યા છે. મુસાફરી પર ખર્ચ બાબતે જૂ એ જણાવ્યું કે દરેક મુસાફરી પર ૬૭૦૦ યુઆન (લગભગ ૭૮૧૬૯ રૂપિયા) નો ખર્ચ થતો હતો. જેમાં ૪૭૦૦ યુઆનની રીટર્ન ફલાઇટ ટીકીટ અને બાકીના ભોજન, ટેક્ષી, જેવા ખર્ચ હતા. મજાની વાત એ છે કે આટલા રૂપિયા ખર્ચ્યા પછી તે પૈસા બચાવવા માટે મેલબોર્નમાં પોતાના મિત્રને ત્યાં રોકાતો હતો અને તેના સોફા પર સુઇને રાત વિતાવતો હતો. જૂ એ સતત ૧૧ અઠવાડીયા ચીનની મુસાફરી કરી તે પોતાના ઘેરથી સવારે ૭ વાગ્યે નીકળતો અને બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન શહેર પહોંચીને કલાસ ભરતો ત્યાર પછી ત્રીજા દિવસે તે ફરીથી ઓસ્ટ્રેલિયાથી નિકળીને ફરી પાછો પોતાના ઘેર જતો
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
