તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 26th November 2024
ડોકટરની આવી હેવાનિયત : ૮૭ મહિલાઓ સાથે કર્યુ ‘ગંદુ' કામ : બનાવ્યા અશ્લીલ વિડિયો : પદનો દુરૂપયોગ
પીડિતાઓની ઉંમર ૧૪ વર્ષથી ૬૩ વર્ષ વચ્ચે : પ્રાઇવેટ પાર્ટમાં નાખતો વિચિત્ર ચીજ

લંડન, તા.૨૬: તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે એક જ વ્યક્તિ ૮૭ મહિલાઓ પર બળાત્કાર કેવી રીતે કરી શકે છે. હા, આવું બન્યું છે, વાસ્તવમાં આ ઘટના નોર્વેમાં બની છે. ખરેખર, અહીં એક ડૉક્ટર રાક્ષસ બની ગયો હતો. વાસ્તવમાં અહીંના એક ડોક્ટર પર ૮૭ મહિલાઓ પર બળાત્કારનો આરોપ છે. આ ડૉક્ટર પર આરોપ છે કે તેણે બે દાયકા સુધી પોતાના વ્યવસાયનો દુરુપયોગ કરીને મહિલાઓનું શારીરિક શોષણ કર્યું અને આ ઘટનાઓનો અશ્લીલ વીડિયો બનાવ્યો.
હકીકતમાં નોર્વેના આ આરોપી ડોક્ટરે અસંખ્ય મહિલાઓ સાથે ઘળણાસ્પદ કામ કર્યું હતું. આ ડોક્ટરનું નામ અર્ને બાઈ છે. તેમજ આ ડોક્ટરે ૫૫ વર્ષની ઉંમર સુધી મહિલાઓ સાથે ઘળણાસ્પદ હરકત કરી હતી. આ ડૉક્ટર પર ૯૪ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે, જેમાંથી બે તે સમયે સગીર હતી. આ ઘળણાસ્પદ મામલાને નોર્વેમાં અત્યાર સુધીનો સૌથી મોટો યૌન ઉત્પીડન કૌભાંડ માનવામાં આવી રહયો છે.
આ ઘટનાને નકારી શકાતી નથી કારણ કે પીડિત મહિલાઓએ પોતે આ ઘટનાઓની માહિતી આપી છે. અર્ને બાઈએ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો છે અને ૩૫ કેસમાં પોતાના પદની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. તેમની સામેના આરોપોમાં એ પણ સામેલ છે કે તેમણે તેમના ક્લિનિકમાં અને મહિલાઓના ઘરે તેમની જાણ વગર સ્ત્રીરોગવિજ્ઞાન પરીક્ષણો કરાવ્યા હતા. એટલું જ નહીં, પોલીસે તેમની તપાસ દરમિયાન ૬,૦૦૦ કલાકથી વધુનો વીડિયો જપ્ત કર્યો છે, જેમાં આ મહિલાઓની અંગત માહિતી છે. નોર્વેના એક નાનકડા ગામ ફ્રોસ્ટાના લોકો, જ્યાં આર્ને બાઈ લાંબા સમયથી ડૉક્ટર હતા, તેઓ પણ આરોપીના દુષ્કર્મ વિશે જાણીને ચોંકી ગયા છે.
એક પીડિતાએ કોર્ટને જણાવ્યું કે તેણે ફક્ત ગળાની ખારાશ માટે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડોક્ટરે તેને કપડાં વગર તપાસ માટે જણાવ્યું. મહિલાએ કહ્યું કે મે વિચાર્યું હતું કે તેઓ ડોક્ટર છે, આથી મે તેમની વાત માની. અનેક મહિલાઓએ ગાઈનેકોલોજિકલ તપાસ દરમિયાન દર્દનાક અનુભવઅને ખોટી રીતે સ્પર્શવાની ફરિયાદ કરી.
આરોપ પત્રમાં કહેવાયું છે કે ડોક્ટરે પીડિતાઓના પ્રાઈવેટ અંગોમાં કોઈ પણ મેડિકલ કારણ વગર ‘ડિઓડ્રન્ટ જેવી', ‘બોટલ જેવી' અને અન્ય સિલિન્ડર આકાર ટાઈપ વસ્તુ નાખી હતી. એક મહિલાએ કહ્યું કે આ એટલું બધુ દર્દનાક હતું કે તેને લાગ્યું કે તે જાણે મરી જશે. ફ્રોસ્તા નામના નાનકડા ગામમાં બાય એક સન્માનિત ડોક્ટર તરીકે જાણીતો હતો. તેના વિરુદ્ધ આરોપો સામે આવ્યા બાદ ગામડાના લોકો આઘાતમાં સરી પડયા છે. બાય અનેક વર્ષોથી ગામમાં સ્વાસ્થ્ય સેવા આપતો હતો અને તેની આ છબીના કારણે તેના પર કોઈ શક કરતું નહતું.
ઓગસ્ટ ૨૦૨૨માં સ્વાસ્થ્ય અધિકારીઓની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી હતી. બાય પર ૨૦૨૩માં ઔપચારિક રીતે કેસ દાખલ થયો પરંતુ તેની ધરપકડ કરાઈ નહીં. અધિકારીઓએ કહયું કે આ મામલાની ગંભીરતા છતાં બાયને અટકમાં લેવાનો આધાર નથી. આરોપો મુજબ ડોક્ટરે એક જ પરિવારની મહિલાઓ કે જેમાં એક માતા, પુત્રી અને બહેન સામેલ છે તેમને પણ પોતાના શિકાર બનાવ્યા. કોર્ટમાં એક મહિલાએ કહ્યું કે ડોક્ટરે તેની અનેકવાર ગાઈનેકોલોજિસ્ટની ખુરશી પર બેસીને લાંબા સમય સુધી તપાસ કરી. જ્યારે તેને કોઈ પણ પ્રકારની પેટ સંલગ્ન સમસ્યા હતી નહીં.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
