<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હવેથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં બનાવી સોશિયલ મીડિયા:ઓસ્ટ્રેલિયા સરકારે લગાવ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરવા માટે એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું.

નવી દિલ્હી :આજના ડિજીટલ યુગમાં મોટી સંખ્યામાં નાના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે તમામ લોકોનું જીવન સરળ બની ગયું છે, ત્યારે તે બાળકો માટે ખતરા સમાન પણ છે. નાના બાળકો પણ આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે આ દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી પ્રતિબંધ કરી દીધા છે.

ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારના રોજ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરવા માટે એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું. હવે આ બિલને અંતિમ સ્વરૂપ આપવાનું કામ સેનેટ પર છોડી દેવામાં આવ્યું છે. પ્રમુખ પક્ષોએ આ બિલનું સમર્થન આપ્યું છે.

આ બિલ હેઠળ ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ ,રેડિટ, એક્સ (X) અને ઈન્સ્ટાગ્રામજેવા પ્લેટફોર્મ્સ પર બાળકોને એકાઉન્ટ બનાવવાથી રોકવા પર નિષ્ફળ રહેવા પર 50 મિલિનય ઓસ્ટ્રેલિયાઈ ડોલર (લગભગ 33 મિલિયન અમેરિકી ડોલર) સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.

જો ઓસ્ટ્રેલિયામાં આ બિલ આ અઠવાડિયે કાયદો બની જાય છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બાળકો માટે વય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગુ કરવા માટે એક વર્ષનો સમય મળશે.

(11:26 AM IST)