<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વજન ઘટાડવા માટે આ વસ્તુ છે ખુબજ ફાયદાકારક

નવી દિલ્હી : મકાઈ હંમેશા ભારતીય ખોરાકનો એક ભાગ રહી છે. આજે પણ મકાઈ આપણા આહારમાં સામેલ છે. પોપ કોર્ન હોય, કોર્ન ફ્લેક્સ હોય કે પછી શેકેલી મકાઈ હોય, લોકો મકાઈ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મકાઈમાં ફાઈબર, વિવિધ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં રહેલા છે. તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને કોપર પણ રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મકાઈ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, અને તેને ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી. મકાઈ તમે શેકીને અથવા બાફીને ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ 

જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો, તો તમને મકાઈ મદદરુપ થશે. તેના માટે તમે તમારા આહારમાં મકાઈનો સમાવેશ કરો. મકાઈ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધારાની કેલરીનો ન લો. મકાઈનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

મજબૂત ઈમ્યૂનિટી

શિયાળામાં રોગપ્રતિકારક સ્ટ્રોગ કરવા માટે મકાઈનું સેવન કરો. તે વિટામિન સીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હૃદયને પાવરફુલ બનાવે છે

મકાઈમાં હાજર ફાઈબર અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને હૃદયને મજબૂત બનાવે છે. મકાઈ ખાવાથી લોહીનું લિપિડ પ્રોફાઈલ બરાબર રહે છે.

(6:57 PM IST)