<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ઓએમજી.....આ શખ્સે 6હજાર કરોડ રૂપિયા કચરાના ડબ્બામાં ફેંક્યા હોવાની માહિતી

નવી દિલ્હી: એક બ્રિટિશ ક્રિપ્ટો ઇન્વેસ્ટરની ગર્લફ્રેન્ડે કંઈક એવું કર્યું જેનાથી તે વ્યક્તિ રસ્તા પર આવી ગયો. જો તેની ગર્લફ્રેન્ડે આ ભૂલ ન કરી હોત તો આ સમયે તે રૂ. 6024 કરોડનો માલિક હોત. કહેવાય છે ને કે કિસ્મત કોઈપણ માણસને અમીર કે ગરીબ બનાવી શકે છે. આવો જ એક કિસ્સો યુનાઇટેડ કિંગડમના ન્યુપોર્ટ સિટીમાં સામે આવ્યો છે, જ્યાં જેમ્સ હાઉલ્સ નામના વ્યક્તિને એક નાની ભૂલના કારણે 6024 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. હાઉલ્સની એક્સ ગર્લફ્રેન્ડએ તેના 6000 કરોડ રૂપિયા કચરાના ડબામાં ફેંક્યા હતા. આ પછી આ વ્યક્તિ તેને પાગલોની જેમ શોધી રહ્યો છે. યુવતીએ લગભગ 8000 બિટકોઈન ધરાવતી હાર્ડ ડ્રાઈવ ભૂલથી ફેંકી દીધી હતી. તેની કિંમત 569 મિલિયન પાઉન્ડ એટલે કે રૂ. 6000 કરોડ જેટલી છે. વેલ્સના રહેવાસી જેમ્સ હોલ્સ હવે તેને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે. આ અંગે હાઉલ્સની એક્સ ગર્લફ્રેન્ડનું કહેવું છે કે, 'હા, મેં હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધી છે. મેં હાઉલ્સના કહેવાથી જ આ કામ કર્યું હતું. કોમ્પ્યુટરના અમુક ભાગ અને અન્ય સામાન મેં એક કાળી થેલીમાં નાખીને કચરામાં ફેંકી દીધા હતા. મને નહોતી ખબર કે તેમાં શું હતું. મેં માત્ર સફાઈ કરવા માટે આવું કર્યું હતું.'

 

(5:46 PM IST)