તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
પાકિસ્તાને કરી આતંકવાદીઓ પર એરસ્ટ્રાઇક

નવી દિલ્હી: પાકિસ્તાનની સેના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું છે. પાકિસ્તાને આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. તાજેતરના મામલે પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અલગ-અલગ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હેલિકોપ્ટરથી હુનલો કર્યો હતો. આ દરમિયાન સેનાએ 17 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકવાદીઓની તસવીરો પણ જાહેર કરી છે. સુરક્ષા દળોની મદદ માટે વધારાના જવાનો રવાના કરવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન છેલ્લા ઘણા અઠવાડિયાથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓરપેશન ચલાવી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકવાદીઓની તસવીરો પણ જાહેર કરી છે. સુરક્ષા દળોની મદદ માટે વધારાના જવાનો રવાના કરવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન છેલ્લા ઘણા અઠવાડિયાથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓરપેશન ચલાવી રહ્યું છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
