<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ગાઝામાં ઇઝરાયલે એરસ્ટ્રાઇક કરતા 40ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ગાઝામાં ઈઝરાયલી સેનાના તાજેતરના હુમલામાં ગાઝાના મધ્યમાં સ્થિત નુસિરત શરણાર્થી વિસ્તારમાં 40 લોકો માર્યા ગયા છે. આ સહિત, ઇઝરાયલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 44,300 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે પશ્ચિમ કાંઠાના એરિયલ શહેર પાસે ઇઝરાયલી લોકોને લઇ જતી બસ પર પેલેસ્ટિનિયન દ્વારા ગોળીબાર થતાં આઠ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં ત્રણની સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ગાઝામાં હવે યુદ્ધવિરામની જરૂર છે. તેણે ઇઝરાયલ અને હમાસને સંઘર્ષ ટાળવા વિનંતી કરી છે. લેબનોનમાં યુદ્ધવિરામ બુધવારથી લાગુ થઈ ગયો છે પરંતુ ઇઝરાયલી સેના દ્વારા તેના ઉલ્લંઘનના અહેવાલો છે. સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોમાં વિદ્રોહીઓ અને સરકારી દળો વચ્ચે લડાઈ ફાટી નીકળી છે. શહેરમાં બે કાર બોમ્બ વિસ્ફોટ બાદ લડાઈ શરૂ થઈ હતી. જેમાં અલેપ્પો યુનિવર્સિટી કેમ્પસ પર કેટલાય રોકેટ પડ્યા છે, જેમાં બે વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા છે. ઇરાને આ મામલે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેમના સમર્થનથી જ વિદ્રોહીઓએફરી લડાઈ શરુ કરી. 

(7:58 PM IST)