<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જર્મનીમાં કામ કરવાની મળી રહી છે મોટી તક:2લાખ થી પણ વધુ લોકોની કરવામાં આવશે ભરતી

નવી દિલ્હી: જર્મનીથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બર્ટેલ્સમેન સ્ટિફ્ટંગના એક રિપોર્ટ અનુસાર, જર્મનીમાં 2 લાખ 88 હજાર શ્રમિકોની જરૂર પડશે. જો કે જર્મનીમાં વધતી ઉંમરથી શ્રમ શક્તિની અછત વર્તાઈ રહી છે, તેના કારણે જર્મીને વિદેશી પ્રવાસી શ્રમિકો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, જર્મનીને શ્રમ શક્તિ બનાવી રાખવા માટે 2040 સુધીમાં સરેરાશ દર વર્ષે 2 લાખ 88 હજાર શ્રમિકોની જરૂરિયાત રહેશે. આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, જો વિશેષ રીતે મહિલાઓ અને વૃદ્ધ શ્રમિકો વચ્ચે ઉલ્લેખનીય વૃદ્ધિ નહીં થાય તો જર્મનીને દર વર્ષે 3 લાખ 68 હજાર અપ્રવાસીઓની જરૂર પડી શકે છે. જર્મનીમાં શ્રમિકોની માગ વધવા પાછળના અનેક કારણ છે, જેમાં સૌથી મોટું કારણ વધુ પડતી વસ્તુ વૃદ્ધ થઈ રહી છે અને તેના રિટાયરમેન્ટની ઉંમર નજીક છે. તેની સાથે જ બેબી બૂમર્સ જનરેશન (1946 થી 1964માં જન્મેલા લોકો) વર્ક ફોર્સથી બહાર થઈ રહ્યા છે. જેના કારણે જર્મનીમાં વર્ક ફોર્સ ઝડપથી ઓછું થઈ રહ્યું છે અને તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

જર્મનીમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. તેવામાં જર્મનીમાં અપ્રવાસી શ્રમિકોનો મુદ્દો ગરમાયો છે. જેના કારણે રાજકીય પક્ષ જેમાં પણ વામપંથી દળ શરણાર્થીઓની વધતી સંખ્યાને સીમિત કરવાની માગ કરી રહ્યા છે. બીજી તરફ બર્ટેલ્સમેન સ્ટિફ્ટંગમાં પ્રવાસ વિશેષજ્ઞ સુજૈન શુલ્ટ્ઝે બ્લૂમબર્ગને જણાવ્યું કે, બેબી બૂમર્સના રિટાયરમેન્ટના કારણે જર્મનીમાં વર્ક ફોર્સની અછત વધવા છે, જેનાથી અપ્રવાસી શ્રમિકોની માગ ઝડપથી વધશે.

(8:02 PM IST)