<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ટ્રેનનો કન્‍ડક્‍ટર ૪ મિનિટ માટે બાથરૂમ ગયો એમાં ૧૨૫ ટ્રેન મોડી પડી ગઈ

સોલ, તા.૩: સાઉથ કોરિયાના પાટનગર સોલની સબવે રેલવેલાઇન-ટૂ પર આ ઘટના બની હતી. સર્ક્‍યુલર રૂટની બહારના ટ્રૅક પર ટ્રેનના કન્‍ડક્‍ટરને બાથરૂમ જવું હતું એટલે સ્‍ટેશન પર ટ્રેન રોકવી પડી. બાથરૂમ સ્‍ટેશનના બીજા માળે હતો એટલે ત્‍યાં જઈને પાછો આવતાં તેને ૪ મિનિટ ૧૬ સેકન્‍ડ થઈ. આને કારણે ૧૨૫ ટ્રેન ૨૦ મિનિટથી વધુ સમય સુધી મોડી પડી અને મુસાફરો હેરાન થઈ ગયા. સોલ મેટ્રોના કહેવા પ્રમાણે સર્ક્‍યુલર લાઇન પર કામ કરનારા ડ્રાઇવર-કન્‍ડક્‍ટર અટકયા વિના ૨-૪ કલાક કન્‍ટિન્‍યુ કામ કરતા હોય છે એટલે તેમની પાસે પોર્ટેબલ ટૉઇલેટ હોય છે, પણ કયારેક પૂરતાં ન હોય ત્‍યારે સ્‍ટેશનના ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે.

(9:44 AM IST)